Viral Video : તરસ્યા કાગડાની વાર્તા હકીકતમાં બની

16 November, 2020 07:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Viral Video : તરસ્યા કાગડાની વાર્તા હકીકતમાં બની

તસવીર સૌજન્યઃ પરવીન કાસવાનનું ટ્વીટર અકાઉન્ટ

નાનપણમાં આપણે બધાએ સ્કૂલમાં તરસ્યા કાગડાની વાર્તા વાચી જ છે. પરંતુ સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નાનપણની વાર્તાની ફરી યાદ આવે છે.

આ વીડિયો આઈએફએસ ઑફિસર પરવીન કાસવાનના ટ્વીટર અકાઉન્ટથી શૅર થયા બાદ ઘણા યુઝર્સનું ધ્યાન આ વીડિયો તરફ ખેંચાયુ હતું. વીડિયોમાં એક પક્ષીને બોટલમાંથી પાણી પીવુ હોય છે પરંતુ તેને પિવામાં તકલીફ થતી હોવાથી આસપાસ પડેલા નાના કાકરા આ બોટલમાં નાખે છે જેથી પાણીનું સ્તર ઉપર આવે છે અને તે સરળતાથી પોતાની તરસ બુજાવી શકે છે.

જોકે બાદમાં સ્પષ્ટતા પણ કરવામાં આવી કે આ પક્ષી કાગડો નથી પરંતુ બ્લેક બિલ્ડ મેગપી નામનું પક્ષી છે.

આ વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. લોકોએ પણ આ વીડિયોને શૅર કર્યો હતો અને ઘણી કોમેડી કમેન્ટ્સ આપી હતી.  

 

viral videos offbeat videos offbeat news