06 May, 2025 07:05 AM IST | Kanpur | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
ઉત્તર પ્રદેશના શુક્રવારે સાંજે કાનપુરમાં રોડ પર એક મોટો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ૨૧ વર્ષીય યુવક અને તેની ૧૯ વર્ષની ગર્લફ્રેન્ડને રસ્તાની વચ્ચે જાહેરમાં ચપ્પલથી માર મારવામાં આવ્યો હોવાની ઘટના બની હતી. આ માર મારનારનો ગુસ્સો એટલો બધો હતો કારણ કે આ યુગલ એવા સંબંધમાં હતા જેને તેમના માતા-પિતાને મંજૂર નહોતા. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, યુવકની ઓળખ રોહિત તરીકે થઈ છે.
રોહિત અને તેની ગર્લફ્રેન્ડ રસ્તાની બાજુમાં આવેલી દુકાનમાં ચાઉમીન નૂડલ્સ ખાઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક, રોહિતના માતા-પિતા શિવકરણ અને સુશીલાએ તેમના પુત્રને તેની ગર્લફ્રેન્ડ સાથે જોયો હતો. બન્નેને એકસાથે જોઈને માતા-પિતા ગુસ્સે થઈ ગયા. સુશીલાએ સ્કૂટર પર બેઠેલા તેના પુત્ર અને તેની ગર્લફ્રેન્ડને રસ્તા પર જ માર મારવાનું શરૂ કર્યું, છોકરીને વાળથી ખેંચી લેવામાં આવી અને તેને પણ માર મારવામાં આવ્યો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે સુશીલા છોકરીને અપશબ્દો કહીં રહી છે અને તેના દીકરા રોહિતને ખર્ચ કરવા બદલ દોષી ગણાવી તેને ચપ્પલ વડે માર મારી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, રોહિત અને તેની ગર્લફ્રેન્ડ સ્કૂટી પર બેઠા છે અને તેના વાહનની આસપાસ ભીડ એકઠી થઈ ગઈ છે, જેણે તેને ઢાંકી દીધો છે જેથી યુગલ ભાગી ન શકે. રોહિત તેની પાછળ બેઠેલી તેની ગર્લફ્રેન્ડને માર ખાવાથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
થોડી વાર પછી, રોહિતની ગર્લફ્રેન્ડ સ્કૂટી પરથી નીચે ઉતરે છે અને ઘટનાસ્થળે હાજર એક વ્યક્તિને સમજાવવાનો પ્રયાસ કરે છે. તે વ્યક્તિ ગુસ્સાથી તેને ખોવાઈ જવા કહે છે. આ ઘટના પર પોલીસની પ્રતિક્રિયા પણ પ્રતિક્રિયા સામે આવી છે. વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપતા, પોલીસ કમિશનરેટ કાનપુર નગરના સત્તાવાર એક્સ હેન્ડલે જણાવ્યું હતું કે, "આ મામલો સ્થાનિક પોલીસના ધ્યાનમાં આવ્યો છે, પોલીસે કાઉન્સેલિંગ પછી બન્ને પક્ષોને અલગ કરી દીધા છે અને વધુ જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેને કારણે વિસ્તારમાં અને કપલના પરિવારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય બની છે."