કૂતરા અને કાગડાની ફ્રેન્ડશિપનો વીડિયો છે સુપરહિટ, અહીં જુઓ

25 September, 2019 12:40 PM IST  |  મુંબઈ

કૂતરા અને કાગડાની ફ્રેન્ડશિપનો વીડિયો છે સુપરહિટ, અહીં જુઓ

સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે બે વિરુદ્ધ સ્વભાવના પ્રાણીઓ જેમ કે કૂતરા-બિલાડી, બિલાડી-ઉંદર, કૂતરા-વાંદરા મિત્રો ન બની શકે. પરંતુ આ માન્યતા વિરુદ્ધના કિસ્સા પણ આપણે જોવા મળે છે. ખાસ કરીને કૂતરા-બિલાડી, કૂતરા-વાંદરા અને બિલાડી-ઉંદર મિત્રો હોય તેવા સમાચાર આપણે વાંચી ચૂક્યા છીએ. પરંતુ આજે અમે તમને એક એવી મિત્રતા વિશે જણાવીશું, જે સોશિયલ મીડિયા પર સુપરહિટ છે.

જી હાં, વાત છે કૂતરા અને કાગડાની મિત્રતાની. તમને સાંભળવામાં અટપટું લાગશે, સવાલ પણ થશે કે કૂતરો અને કાગડો કેવી રીતે મિત્ર બની શકે. કાગડાનો સ્વભાવ હોય છે બીજાને પરેશાન કરવાનો. પરંતુ આ કૂતરો અને કાગડો તો દરેક જગ્યાએ બેસ્ટ ફ્રેન્ડના કારણે સાથે જ ફર્યા કરે છે. સાથે રમે છે, અને એકબીજા સાથે મસ્તી પણ કરે છે.

માન્યામાં નથી આવતું ! તો આ રહ્યો વીડિયો

હેરોલ્ડ સિનૉટમાં પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આ વીડિયો શૅર કર્યો છે. કૂતરા અને કાગડાની મિત્રતાનો આ વીડિયો વાીરલ થઈ ગયો છે. હેરોલ્ડે આ વીડિયો 23 સપ્ટેમ્બરે શૅર કર્યો હતો. આ વીડિયો હ્યુમર એન્ડ એનિમલના ટ્વિટર અકાઉન્ટ પરથી લેવાયો છે. અત્યાર સુધીમાં વીડિયો 26 લાખથી વધુ વાર જોવાઈ ચૂક્યો છે.

આ પણ વાંચોઃ આ પણ વાંચોઃ આ બહેન પોતાનાં સ્તનયુગ્મથી ચિત્રો દોરે છે

આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે બંનેની મિત્રતાને સાચ્ચી ફ્રેન્ડશિપ ગણાવી છે.

offbeat news hatke news