Viral Video: પૉપકૉર્ન ખાતા શ્વાનને માલિકે રંગે હાથે પકડયો પછી થયું આ..

11 November, 2020 08:53 PM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

Viral Video: પૉપકૉર્ન ખાતા શ્વાનને માલિકે રંગે હાથે પકડયો પછી થયું આ..

વીડિયોમાંથી લીધેલો સ્ક્રિનશૉટ

સોશ્યલ મીડિયા એવું માધ્યમ છે જ્યાં ઝડપથી દરેક વસ્તુ વાયરલ થઈ જાય છે. તાજેતરમાં જ એવો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક પાળતુ શ્વાન પૉપકૉર્ન ખાતો હોય છે અને જ્યારે તેનો માલિક તેને રંગે હાથે પકડે છે ત્યારે તેનું જે રિએક્શન હોય છે તે બહુ જ જબરજસ્ત અને જોવાલાયક છે.

પૉપકૉર્ન ખાતા શ્વાનનો વીડિયો સહુ પ્રથમ ટિક-ટૉક પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને રેડિટ પર શૅર કરવામાં આવ્યો છે અને તે ખુબ વાયરલ થયો છે. તેમજ લોકોને તે ખુબ પસંદ પણ આવી રહ્યો છે. એક નાની ક્લિપમાં જોઈ શકાય છે કે, શ્વાન બેગમાંથી પૉપકૉર્ન ખાઈ રહ્યો છે. પણ જ્યારે માલિક અવાજ આપે છે ત્યારે તેકંઈ બોલતો નથી અને પછી પોતાનું મોઢું તે જ બેગની અંદર છુપાવી લે છે. શ્વાનનું આ ક્યૂટ રિએક્શન સહુના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વીડિયોની સાથે કૅપ્શનમાં લખ્યું છે કે, 'શ્વાને પૉપકૉર્ન ચોર્યા.' શ્વાનનું નામ બેયર છે. જ્યારે માલિક આ નામથી બોલાવે છે ત્યારે શ્વાન બહુ સરસ એક્ટિંગ કરે છે.

Dog steals popcorn ? from r/AnimalsBeingStrange