Video Viralઆથી અજુગતું બીજું શું હોય? હવે પ્લેનને પણ આવ્યો ધક્કા મારવાનો વારો?

07 December, 2021 08:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે નેપાલના એક ઍરપૉર્ટનો છે. નેપાલના બાજુરા ઍરપૉર્ટ પર બુધવારે તારા ઍરના એક પ્લેનને ધક્કો મારતા લોકો જોવા મળ્યા.

પ્રતીકાત્મક તસવીર

સામાન્ય રીતે જ્યારે આપણી ગાડી બગડે તો ઘણીવાર આપણે તેને ધક્કા મારીને શરૂ કરતા હોઈએ, પણ શું તમે ક્યારેય પ્લેનને ધક્કા મારતા જોયા છે. હા, વિશ્વમાં આવું પણ જોવા મળી શકે છે. સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો પ્લેનને ઘક્કો મારી રહ્યા છે.

નેપાલ ઍરપૉર્ટનો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે નેપાલના એક ઍરપૉર્ટનો છે. નેપાલના બાજુરા ઍરપૉર્ટ પર બુધવારે તારા ઍરના એક પ્લેનને ધક્કો મારતા લોકો જોવા મળ્યા. નેપાલ ન્યૂઝ પ્રમાણે, ઍરપૉર્ટ પર ઉતરતી વખતે પ્લેનનો પાછળનો ટાયર ફાટી ગયો હચો. આ કારણે તે પ્લેન ઍરપૉર્ટના રનવે પરથી ખસેડી શકાતો નહોતો. 

આ કારણે બીજો વિમાન રનવે પર લેન્ડ થાય તેવી શક્યતા નહોતી, કારણકે જે પ્લેનનું ટાયર ફાટ્યું હતું તેણે રનવે રોકી રાખ્યો હતો. ત્યાર બાદ એરપૉર્ટ પર હાજર સુરક્ષાકર્મચારીઓએ પ્લેનનો ધક્કા મારી એક તરફ કરવાના પ્રયત્ન કરવા લાગ્યા. આ જોઇને પ્લેનના પ્રવાસીઓ પણ તેમની સાથે જોડાયા અને પ્લેનને ધક્કા મારવા માંડ્યા.

20થી વધારે લોકોએ જહાજને માર્યા ધક્કા
સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયોમાં જોઈ શકાય છે કે સુરક્ષાકર્મીઓ સાથે લગભગ 20 લોકો આ પ્લેનને રનવે પરથી ખસેડવા માટે ધક્કા મારી રહ્યા હતા. આ વીડિયો શૅર કરતા એક ટ્વિટર યૂઝરે લખ્યું, "ફક્ત નેપાળમાં આવું થઈ શકે છે." અહીંથી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. વીડિયો જોઈને લોકો રસપ્રદ કોમેન્ટ કરી રહ્યા છે. જુઓ વીડિયો - 

જણાવવાનું કે નેપાળની તારા ઍર, યતિ ઍરલાઇન્સની સિસ્ટર કંપની છે. યતિ ઍરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું કે તારા ઍરનું પ્લેન 9 એન-એવીઇ બાજુરા ઍરપૉર્ટ પર ઉતરી રહ્યું હતું. આ દરમિયાન તેનો ટાયર ફાટી ગયો. ત્યારે વધુ એક પ્લેન લેન્ડ થવાની તૈયારીમાં હતો, પણ રનવે પર જગ્યા ન હોવાને કારણે લેન્ડ થઈ શકે તેમ નહોતો. ઍરપૉર્ચ પર તે સમયે જહાજને બીજી બાજુ ખેંચવા માટે કંઇ નહોતું. આ કારણે પ્લેનને સાઇડમાં લઈ જવા માટે ઍરપૉર્ટ અધિકારીઓ અને પ્રવાસીઓએ મદદ કરી.

nepal international news offbeat news world news