Viral Video: ગજબ! સિક્કાથી ભરેલી થેલી લઈને એપલ આઇફોન ખરીદવા પહોંચ્યો ભિખારી

13 October, 2023 08:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વીડિયો (Viral Video)માં જોઈ શકાય છે કે એક ભિખારી બેગ લઈને એપલ આઈફોનની દુકાને પહોંચે છે, ત્યાં હાજર લોકો તેમનું સ્વાગત કરે છે

વાયરલ વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનશોટ

તમે અનેક વાર સાંભળ્યું હશે કે ભિખારી પાસે મોંઘુંદાટ ઘર છે કે કોઈ ભિખારી કરોડપતિ છે. હવે આવી જ વધુ એક ઘટના સામે આવી છે, જ્યાં એક ભિખારી આઇફોન ૧૫ (iPhone 15) લેવા માટે જય રહ્યો છે. સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ભિખારી એપલ આઈફોન ખરીદવા માટે બેગ ભરીને આવે છે અને બધા તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. ખાસ વાત એ છે કે તે સિક્કાથી એપલ આઈફોન ખરીદે છે. આ વીડિયો જોયા બાદ લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. લોકો પોતાની પ્રતિક્રિયાઓ પણ શેર કરી રહ્યા છે.

વાયરલ વીડિયો (Viral Video)માં જોઈ શકાય છે કે એક ભિખારી બેગ લઈને એપલ આઈફોનની દુકાને પહોંચે છે, ત્યાં હાજર લોકો તેમનું સ્વાગત કરે છે. આ પછી તે બેગમાંથી સિક્કા કાઢે છે, જેને જોઈને લોકો દંગ રહી જાય છે. ગ્રાહકની જરૂરિયાત પૂરી કરવા માટે, દુકાનમાં હાજર સ્ટાફ સિક્કાની ગણતરી કરે છે. આ પછી તેને એપલ આઈફોન આપવામાં આવે છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોયા પછી લોકો વિશ્વાસ કરી શકતા નથી અને કેટલાક લોકો તેને સ્ક્રિપ્ટેડ પણ કહી રહ્યા છે. સાથે જ કેટલાક લોકો તેમના વખાણ પણ કરી રહ્યા છે.

આવી પ્રતિક્રિયા લોકોએ આપી

આ વીડિયો વાયરલ થયા બાદ લોકો તેના પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો આ વીડિયોને ફેક પણ ગણાવી રહ્યા છે. આ પોસ્ટ પર એક યુઝરે લખ્યું છે કે, “કોઈ પણ વ્યક્તિને ઓછી આંકશો નહીં.” અન્ય યુઝરે લખ્યું, “એક ભિખારી પણ એપલ આઈફોન ખરીદી શકે છે.” તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું, “તે દુનિયાનો સૌથી અમીર ભિખારી લાગે છે.”

દિલ્હી મેટ્રોનો વાયરલ વીડિયો

આ દિવસોમાં `દિલ્હી મેટ્રો` (Delhi Metro) તેની સેવાને બદલે કેટલાક મુસાફરોની વિચિત્ર હરકતો માટે સોશિયલ મીડિયા (Social Media) પર વધુ ચર્ચામાં છે. રોમાન્સથી લઈને ડાન્સ, ઝઘડા અને કોણ જાણે બીજું શું-શું દિલ્હી મેટ્રોમાં જોવા મળ્યું છે, પરંતુ આ દિવસોમાં એક કપલે મેટ્રોમાં એવો કારનામો કર્યો છે કે લોકોએ આંખ આડા કાન કરવા પડ્યા છે

દરરોજ ડાન્સ, સિંગિંગ અને રોમાન્સ જોયા બાદ કોઈએ વિચાર્યું પણ નહોતું કે મેટ્રોમાં કોઈ આવું પણ કામ કરશે. આ વીડિયોને @ShashikantY10 દ્વારા માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમણે લખ્યું હતું કે, “શું દિલ્હી મેટ્રોને હવે બંધ કરી દેવી જોઈએ? અથવા તે મનોરંજન માટે શ્રેષ્ઠ સ્થળ છે?” જ્યારે અન્ય યુઝર્સે પણ કૉમેન્ટ સેક્શનમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. એક વ્યક્તિએ લખ્યું કે મેટ્રોમાં મુસાફરી હવે સુખદ અનુભવ નથી. જ્યારે અન્ય એકે DMRCને ટેગ કરી અને લખ્યું કે આ બધું જોવા માટે મેટ્રોમાં બેસો.

apple iphone instagram viral videos offbeat videos offbeat news