હાથ છોડીને હાઇવે પર સ્કૂટી ચલાવતી આ કન્યાને થયો ૨૩,૦૦૦ રૂપિયાનો દંડ

21 March, 2026 02:56 PM IST  |  Bulandshahr | Gujarati Mid-day Correspondent

બહેનને હતું કે આ વિડિયો વાઇરલ થશે તો તેમનાં કરતબોનાં વખાણ થશે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ઉત્તર પ્રદેશના બુલંદશહરના હાઇવે પરનો એક વિડિયો વાઇરલ થયો છે. એમાં એક યુવતી સ્કૂટી પર સ્ટન્ટ કરતી જોવા મળે છે. પાછળથી ટ્રક આવી રહી છે ત્યારે આ યુવતી હૅન્ડલ પરથી બે હાથ છોડીને ચલાવવાનાં કરતબ દેખાડી રહી છે. બહેનને હતું કે આ વિડિયો વાઇરલ થશે તો તેમનાં કરતબોનાં વખાણ થશે. એમ થયું પણ ખરું. જોકે આ વિડિયો બુલંદશહર પોલીસના હાથમાં પણ આવી ગયો અને તેને ૨૩,૦૦૦ રૂપિયાનું ચલાન પકડાવી દીધું હતું. 

uttar pradesh viral videos offbeat news national news news