આ નવી ફૅશન છે! કંતાનની ગૂણીમાંથી પાયજામો

18 December, 2020 07:04 AM IST  |  Odisha | Gujarati Mid-day Correspondent

આ નવી ફૅશન છે! કંતાનની ગૂણીમાંથી પાયજામો

સોશ્યલ મીડિયા પર એક પૅન્ટનો ફોટો વાઇરલ થયો છે. વર્ક ફ્રૉમ હોમના કલ્ચરમાં આજકાલ ઘરમાં પાયજામા પર ફૉર્મલ બ્લેઝર એક્સ સામાન્ય પહેરવેશ થયો છે. ઘરમાં રહીને કામ કરવા માટે આ ડ્રેસ ખૂબ સારો અને આરામદાયક પણ છે. વાઇરલ થયેલા આ ફોટોમાં પૅન્ટની ડિઝાઇન નહીં, એનું ફૅબ્રિક વિચિત્ર છે. વાસ્તવમાં આ પૅન્ટ શાકભાજી, અનાજ અને ફળો ભરવાની ગૂણીમાંથી બનાવવામાં આવી છે. આ પાયજામો એક કપડાની દુકાનમાં મૅનિકિનને પહેરાવવામાં આવ્યો છે. વળી એને પાયજામાની જેમ જ મોતીની લડીવાળી દોરી પણ લગાવી છે. આ પાયજામા પર પંજાબ અને ૨૦૧૭ લખ્યું છે. આ ફોટો ઓડિશાના આઇપીએસ અધિકારી અરુણ બોથરાએ શૅર કર્યો છે. નેટિઝન્સે આ ફોટોની મજાક ઉડાડતાં લખ્યું છે કે આ પૅન્ટ પાંચ કિલો સાકર લઈએ તો ફ્રી મળે છે કે પછી આ પૅન્ટની ખરીદી પર એક કિલો બટાટા ફ્રી મળે છે. એક નેટિઝને વળી લખ્યું છે કે ગરીબો પહેરે તો જ દયાને પાત્ર અને અમીરો પહેરો તો ટ્રેન્ડ કે ફૅશન. આ પણ અજીબ વાત છે.

offbeat news national news