આ તસવીરમાં છુપાયેલો છે મોટો અજગર, શું તમે શોધી શકશો?

29 June, 2020 05:04 PM IST  |  Australia | Gujarati Mid-day Online Correspondent

આ તસવીરમાં છુપાયેલો છે મોટો અજગર, શું તમે શોધી શકશો?

આ તસવીર જુઓ અને શોધો ક્યાં છે સાંપ...

સોશિયલ મીડિયા પર એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેને જોઇને તમે પણ દંગ રહી જશો. ગાર્ડનના સામાનમાં જઈને એક અજગર છુપાઇ ગયું છે. ઑસ્ટ્રેલિયામાં સાઁપ પકડનારી ટીમે તસવીર શૅર કરીને પૂછ્યું કે આ તસવીરમાં છુપાયેલો અજગર શોધો...

સ્નેક કેચર્સ બ્રિસ્બેન, ઇપ્સવિચ, લોગાન અને ગોલ્ડ કોસ્ટના એક ઘમાં ગયા અઠવાડિયે એક કારપેટ કાલીન અજગરને હટાવવા માટે બોલાવવામાં આવ્યો હતો. 7 ન્યૂઝના સમાચાર પ્રમાણે, ક્વીંસલેન્ડ સ્થિત સાંપ પકડનારી સેવાએ ફેસબૂક પર ઘરના યાર્ડમાં 8 ફુટ કારપેટ અજગર છુપાયેલું છે તેની એક તસવીર શૅર કરી અને ફૉલોઅર્સને પૂછ્યું, "આ તસવીરમાંથી અજગર શોધીને બતાવો..."

આ તસવીર જુઓ અને શોધો ક્યાં છે સાંપ...

ન મળ્યું?, ચાલો તમને હિન્ટ આપીએ... સાંપ પકડવાની સેવાના બ્રાયન રૉબિન્સ્ને 7 સમાચારોને જણાવ્યું કે નિવાસીઓએ છેલ્લા કેટલાક દિવસમાં અજગરને લાકડીની ઉપર જોયું હતું.

જો તમને સાંપ ન મળ્યો, તો એક ફેસબૂક યૂઝરે એક પિક્ચર પોસ્ટ કર્યો છે, જેમાં તેણે સર્કલ કરીને બતાવ્યું છે...

રૉબિન્સને ક્વીંસલેન્ડ નિવાસીઓને પોતાનું યાર્ડ સાફ અને સુવ્યવસ્થિત રાખવાનો આગ્રહ કર્યો છે. તેમણે જણાવ્યું તે જો જગ્યા સાફ હશે તો સાંપ ત્યાં છુપાઇ નહીં શકે.

તેમણે કહ્યું કે ભલે દેશમાં શિયાળો હોય, પણ કારપેટ પાઇથન, "ઘણાં સક્રિય" રહેશે. ક્વીંસલેન્ડ સંગ્રહાલય પ્રમાણે, આ બિનઝેરી પ્રજાતિ વ્યાપક છે અને આખા ઉત્તરી, પૂર્વી અને દક્ષિણી ઑસ્ટ્રેલિયામાં પણ જોવા મળે છે, જે ખુલ્લા જંગલો, પાર્કની જમીન અને ઉપનગરીય ઉદ્યાનોમાં રહેવાનું પસંદ કરે છે.

offbeat news offbeat videos international news viral videos australia