બોલો, પાણીપૂરી હવે અસલી ગોલ્ડ અને સિલ્વર ફ્લેવરમાં પણ મળે છે

16 April, 2024 11:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કમેન્ટમાં એક યુઝરે લખ્યું હતું કે ‘પાનીપૂરી કો પાનીપૂરી રહને દો, મહલોં કી રાની મત બનાઓ.’

અસલી સોના-ચાંદી સાથેની પાણીપૂરી

સ્વાદના શોખીનોની સૌથી ફેવરિટ પાણીપૂરી ફુદીનાથી લઈને આંબલી સુધીની સંખ્યાબંધ ફ્લેવરમાં મળે છે, પણ બૅન્ગલોરમાં એક વેન્ડરે અસલી સોના-ચાંદી સાથેની પાણીપૂરી વેચવાનું શરૂ કર્યું છે. હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક યુઝરે આવી પાણીપૂરીનો વિડિયો શૅર કરતાં કમેન્ટ-સેક્શનમાં લોકો તૂટી પડ્યા હતા. પાણીપૂરીની આ ડિશમાં પૂરીમાં ડ્રાયફ્રૂટ્સ અને મધ ઉમેરવામાં આવે છે, જ્યારે પાણીને બદલે ઠંડાઈનો ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લે પૂરી પર ગોલ્ડ અને સિલ્વરની ખાઈ શકાય એવી પરત મૂકવામાં આવે છે. વિડિયો પોસ્ટ કરનારે આ પાણીપૂરીની પ્રાઇસ તો શૅર કરી નહોતી, પણ એ મોંઘી હશે એ નક્કી. કમેન્ટમાં એક યુઝરે લખ્યું હતું કે ‘પાનીપૂરી કો પાનીપૂરી રહને દો, મહલોં કી રાની મત બનાઓ.’ અન્ય એક યુઝરે લખ્યું હતું કે ‘આ ડિશને બપ્પી લાહિરી પાણીપૂરી નામ આપવું જોઈએ.’

offbeat videos offbeat news social media viral videos