વિશ્વપ્રસિદ્ધ રાઇસ ફીલ્ડ આર્ટનું વતન જપાનનું એક અનોખું ગામ

31 January, 2021 09:09 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

વિશ્વપ્રસિદ્ધ રાઇસ ફીલ્ડ આર્ટનું વતન જપાનનું એક અનોખું ગામ

રાઇસ ફીલ્ડ આર્ટ

૭૦૦૦ લોકોની વસ્તી ધરાવતું જપાનનું ઇનાકાડેટે ગામ ડાંગરનાં ખેતરોમાં અવનવી આકૃતિઓ (રાઇસ ફીલ્ડ આર્ટ) બનાવવા માટે ખ્યાતિ ધરાવે છે. આમ તો વિશ્વવિખ્યાત ટૂરિસ્ટ સ્પૉટ તરીકેની ઇનાકાડેટેની સફર ૧૯૯૦ના દાયકાના આરંભમાં શરૂ થઈ હતી. જ્યારે સ્થાનિક તંત્રને જાણ થઈ કે ગામના યુવાનો મોટી સંખ્યામાં શહેરની વાટ પકડી રહ્યા છે ત્યારે તંત્રએ ગામમાં નવો પ્રાણ ફૂંકવા માટેના ઉપાય શોધવા દિમાગ કસ્યું ત્યારે એક વિચાર ડાંગરની પરંપરાગત ખેતી દ્વારા પ્રેરિત એક કળા સ્વરૂપનો સ્ફૂર્યો. તાન્બો આર્ટ તરીકે ઓળખાતી આ કળામાં ડાંગરનાં સ્થાનિક ખેતરોને સુંદર ડિઝાઇનથી તૈયાર કરવા માટે કૅન્વસમાં ફેરવવા ચોખાના જુદા-જુદા રંગની વરાઇટીનો ઉપયોગ કરવામાં આવે છે.

૧૯૯૩માં પ્રથમ રાઇસ ફીલ્ડ આર્ટવર્ક પ્રદર્શિત થયું, જેને મળેલી અપાર સફળતાને પગલે ગામના વહીવટી તંત્રએ એને વાર્ષિક સમારોહ બનાવવાનું નક્કી કર્યું. સામાન્યપણે જુલાઈ અને ઑગસ્ટ આ જૅપનીઝ ગામની મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમય છે.

પરંતુ દુર્ભાગ્યે કોરોનાને કારણે વિશ્વમાં તમામ કળાલક્ષી સમારોહ પ્રભાવિત થયા છે, આથી ઇનાકાડેટ ગામ આ વર્ષે એની પ્રસિદ્ધ તાન્બો આર્ટ ઇવેન્ટ ક્યારે યોજશે એ અનિશ્ચિત છે.

offbeat news international news japa