ઑનલાઇન ગેમ રમી રહેલી બે બિલાડીનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ

23 May, 2022 09:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાનાં બાળકો અને પ્રાણીઓમાં એક સમાનતા હોય છે. તેઓ રમતાં-રમતાં ક્યારે ઝઘડી પડે એ કહેવું મુશ્કેલ હોય છે.

ઑનલાઇન ગેમ રમી રહેલી બે બિલાડીનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ

નાનાં બાળકો અને પ્રાણીઓમાં એક સમાનતા હોય છે. તેઓ રમતાં-રમતાં ક્યારે ઝઘડી પડે એ કહેવું મુશ્કેલ હોય છે. મોટા ભાગે પાળેલાં પ્રાણીઓમાં વિશેષ કરીને બિલાડીઓમાં આવી ચંચળતા વધુ જોવા મળે છે. 
@Animalbelngjerk’sના અકાઉન્ટ પર ટ્‍વિટર પર એક વિડિયો શૅર કરવામાં આવ્યો છે જેમાં બે બિલાડીઓ મોબાઇલમાં એક વિડિયો જોઈ રહી છે. એમાં માછલી સપાટી પર આવે છે એ સમયે એક બિલાડી મોબાઇલની સ્ક્રીન પર હાથ મારે છે અને માછલી પાછી સપાટી પરથી અદૃશ્ય થઈ જાય છે. આવું બેથી ત્રણ વાર થતાં બીજી બિલાડી ગુસ્સામાં મોબાઇલને અડનારી બિલાડીને મારી દે છે અને બન્ને થોડી ક્ષણો માટે લડવા
લાગે છે. નેટિઝન્સને આ વિડિયો એટલો પસંદ આવ્યો છે કે માત્ર બે જ દિવસમાં આ વિડિયોને ૮ લાખ કરતાં વધુ વ્યુ મળ્યા છે.

offbeat news