આ દરિયાઈ જીવ જોઈને નેટિઝન્સ ચોંકી ગયા

06 August, 2022 09:11 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સીકુકુમ્બ નામના એક દરિયાઈ જીવનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

સમુદ્ર રહસ્યમય સ્થળ છે. એ એટલો વિશાળ અને ઊંડો છે કે હજી પણ એના વિશે પૂરેપૂરી જાણકારી મેળવાઈ નથી. સાયન્ટિસ્ટ્સ લગભગ રોજેરોજ વિચિત્ર જીવજંતુઓ વિશે શોધ કરતા રહે છે. હવે આવા જ વિચિત્ર દેખાતા અને દરિયાના પેટાળમાં જોવા મળતા સીકુકુમ્બ નામના એક દરિયાઈ જીવનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે.  

ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસ ઑફિસર સુસંતા નંદા દ્વારા ટ્વિટર પર શૅર કરવામાં આવેલા આ વિડિયોમાં આ દરિયાઈ જીવ કેવી રીતે એના પગનો ઉપયોગ કરીને દરિયાઈ વનસ્પતિનાં પાંદડાં ખાય છે એ બતાવવામાં આવ્યું છે. આ વિડિયો પર એક જણે કમેન્ટ કરી હતી કે ‘મૂવીઝ બનાવનારાઓએ સ્પેસમાં ઊંડે સુધી જવાની જરૂર નથી. આપણી દરિયાઈ દુનિયા પણ અજબ છે.’  

offbeat news international news