ફૂડ-લવર્સને વધુ એક ઝટકો આપવા હવે આવ્યું પાણીપૂરી શેક

20 September, 2022 10:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આમાં સૌથી વધુ ત્રાસ વેઠવો પડે છે ફૂડ-લવર્સને. પોતાની ભાવતી વાનગી પર થતા અવનવા અખતરા તેમને દુખી કરી મૂકે છે. 

પાણીપૂરી શેક

કોરોનાના લૉકડાઉનના સમયગાળામાં લોકોએ ખાદ્ય પદાર્થો પર અવનવા અખતરા કરીને સોશ્યલ મીડિયા પર અપલોડ કરવાની શરૂઆત કરી હતી, જે હજી સુધી પૂરી નથી થઈ. આમાં સૌથી વધુ ત્રાસ વેઠવો પડે છે ફૂડ-લવર્સને. પોતાની ભાવતી વાનગી પર થતા અવનવા અખતરા તેમને દુખી કરી મૂકે છે. 

હવે સોશ્યલ મીડિયા પર પાણીપૂરી શેક તૈયાર કરતો વિડિયો અપલોડ કરવામાં આવ્યો છે. આ શેક તમે ગણતરીની મિનિટમાં ઘરમાં પણ બનાવી શકો છો. રહી વાત સ્વાદની તો એનું જોખમ તો બનાવનારે જ લેવાનું રહેશે.

સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલી ક્લિપમાં સૌથી પહેલાં મિક્સરમાં સૂકી પૂરી, એના પર બાફેલા બટાટા, લાલ ચટણી, તીખું-ખાટું પાણી નાખીને એમાં બરફ ઉમેરવામાં આવે છે. મિક્સરમાં બધું બરાબર ક્રશ કર્યા બાદ એને ગ્લાસમાં કાઢીને એના ઉપર સૂકી પૂરી અને બાફેલા બટાટાથી ગાર્નિશિંગ કરીને સર્વ કરવામાં આવે છે. અત્યાર સુધી આ વિડિયોને ૭૦૦૦ કરતાં વધુ લાઇક્સ અને સેંકડો વ્યુઝ મળ્યા છે. જોકે મોટા ભાગના લોકોએ એના પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.

offbeat news viral videos national news mumbai