આ ડૉગી અને બિલાડાની ફ્રેન્ડશિપ ઇન્સ્ટાગ્રામ પર મચાવે છે તરખાટ

18 January, 2021 09:03 AM IST  |  Christchurch | Gujarati Mid-day Correspondent

આ ડૉગી અને બિલાડાની ફ્રેન્ડશિપ ઇન્સ્ટાગ્રામ પર મચાવે છે તરખાટ

શ્વાન અને બિલ્લીની અનોખી દોસ્તી

શ્વાન અને બિલ્લી સાથે ભાગ્યે જ દોસ્તી થાય, પણ કૅસ્પર નામના હસમુખા ડૉગી અને તુંડમિજાજી બિલાડા રોમિયો વચ્ચે જબરી ઘનિષ્ઠ મિત્રતા છે. તેમની આ મિત્રતાએ ઇન્સ્ટાગ્રામ પર ભારે તરખાટ મચાવ્યો છે. વાસ્તવમાં છ વર્ષનો કૅસ્પર અને બે વર્ષનો રોમિયો ન્યુ ઝીલૅન્ડના ક્રિસ્ટચર્ચની ૨૯ વર્ષની રિન્સાએ પાળેલાં પ્રાણીઓ છે. રિન્સા આ બન્નેના ફોટો લઈ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરતી રહેતી હોય છે.

આ બન્ને લગભગ હંમેશાં સાથે જ હોય છે. રિન્સાએ તેમના સોફા પર મસ્તી કરતાં, સાથે લૉન્ગ વૉક પર જતાં ફોટો લીધા છે. રિન્સા બન્નેને રોજના બે કલાક ફરવા લઈ જાય છે. આ દરમ્યાન આ બન્નેની મસ્તી જોવા અને માણવા જેવી હોય છે.  ડૉગી-બિલાડાની જોડીના ૩૮,૦૦૦થી વધુ ફૉલોઅર્સ છે.

રિન્સાનું કહેવું હતું કે તે હંમેશાંથી એક કૅટ પાળવા માગતી હતી, પરંતુ કૅસ્પર તેની સાથે શાંતિથી રહેશે કે નહીં એ વિશે તે ચિંતિત હતી. તેની એક મિત્રએ બિલ્લી પાળી જેને તેણે કૅસ્પર સાથે મળાવી. બન્ને વચ્ચેના સારા વર્તનથી રિન્સીએ નચિંત થઈને બિલ્લીની શોધ કરવાની શરૂઆત કરી અને રોમિયોને ઘરે લઈ આવી. હવે તેમની એવી મજાની દોસ્તી છે કે બિલાડો કૅસ્પરની ખભે ચડીને બેસી જાય છે અને બન્ને આરામથી ટહેલે છે.

offbeat news international news new zealand christchurch