ઝાડના થડ વચ્ચે ફરતી યુવતી, કલાકારે સરજ્યો અનોખો દૃષ્ટિભ્રમ

08 August, 2022 12:21 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ચિત્રમાં જંગલમાં એક ઝાડનું થડ વચ્ચેથી કપાયેલું છે. કપાયેલા થડની ઉપર એક બૉલ પર ફરતી પરી જેવી આકૃતિ છે

દૃષ્ટિભ્રમ કરતું ચિત્ર

એક કલાકારે ઝાડના થડ પર અનોખું દૃષ્ટિભ્રમ કરતું ચિત્ર ઊભું કર્યું છે. લોકો એ જોઈને અવાક્ થઈ જાય છે. ચિત્રમાં જંગલમાં એક ઝાડનું થડ વચ્ચેથી કપાયેલું છે. કપાયેલા થડની ઉપર એક બૉલ પર ફરતી પરી જેવી આકૃતિ છે. વળી ઉપરની તરફનું ઝાડ પણ તેના માથા પર ફરે છે. આ આખી વાત અશક્ય લાગે છે, પરંતુ એક કલાકારે ખરેખર આવું ચિત્ર ઊભું કરી બતાવ્યું છે. વળી આ ભ્રમ કેવી રીતે સર્જાયો એ દર્શાવતો વાઇરલ વિડિયો પણ બતાવાયો છે. આ વિડિયોને ૨૨ લાખ લોકોએ જોયો છે.

offbeat news viral videos