ન્યુ યૉર્કની સબવે ટ્રેનમાં લટકતા માસ્કધારીનો વિડિયો વાઇરલ

30 March, 2020 08:53 AM IST  |  Mumbai Desk

ન્યુ યૉર્કની સબવે ટ્રેનમાં લટકતા માસ્કધારીનો વિડિયો વાઇરલ

લોકલ ટ્રેનોમાં લટકતા લોકોનાં દૃશ્યો મુંબઈમાં સર્વસામાન્ય છે, પરંતુ અમેરિકા કે યુરોપમાં એ અસાધારણ ઘટના ગણાય. અમેરિકાના ન્યુ યૉર્કની સબવે ટ્રેનમાં બહાર લટકતા માસ્કધારીનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. ન્યુ યૉર્ક પોલીસનો ટ્રાન્ઝિટ બ્યુરો એ વિડિયોની તપાસ કરે છે, પરંતુ સોશ્યલ મીડિયા પર કમેન્ટ કરનારાઓમાં એક જણે કહ્યું હતું કે ‘આ ભાઈ લૉકડાઉનમાં સોશ્યલ ડિસ્ટન્સિંગને વધારે પડતું મહત્ત્વ આપતા હોય એવું લાગે છે.’

offbeat news international news new york