પ્રાણીઓનો આ ગુણ મનુષ્યએ ગ્રહણ કરવા જેવો છે, જાણો એ શું છે

02 October, 2020 09:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રાણીઓનો આ ગુણ મનુષ્યએ ગ્રહણ કરવા જેવો છે, જાણો એ શું છે

તસવીર સૌજન્યઃ પરવિન કાસવાનનું ટ્વીટર અકાઉન્ટ

બેજુબાન પ્રાણીઓ પાસેથી મનુષ્યને ઘણુ બધુ શિખવા મળે છે. એવામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આપણે કાંગારૂઓ પાસેથી શું શીખવું જોઈએ તે દર્શાવવામાં આવ્યું છે.

નાનપણથી જ આપણને શૅરિંગનું મહત્વ માતા-પિતા શીખડાવે છે. મોટા થતા આપણે સુખ દુખ વહેચીએ છીએ. પણ ઘણી વાર લોકો શૅરિંગ નામના મંત્રથી દૂર રહે છે. એવામાં જો તમને શૅરિંગનું ખરૂ મહત્વ જાણવું હોય તો કાંગારૂઓ પાસેથી શીખો.

ઈન્ડિયન ફોરેસ્ટ ઓફિસર પરવીન કાસવાને એક વીડિયો શૅર કર્યો છે જેમાં કૅપ્શન આપી કે, આ લોકોને ખબર છે કે શૅરિંગ કરવુ કોને કહેવાય. શું આપણે સમજીએ છીએ.

કાસવાનનો આ વીડિયો છેલ્લા ઘણી દિવસથી ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સને પણ આ વીડિયો ખૂબ જ ગમ્યો હતો. લોકોએ કાસવાનને આ વીડિયોમાં પ્રતિક્રિયા આપી હતી.

જંગલમાં એક સ્થળ જ્યાં પાણી હતું ત્યા ઘણા પ્રકારના પ્રાણીઓ આવીને પાણી પિતા આ વીડિયોમાં દેખાય છે. યુઝર્સ આ પશુ-પક્ષીઓના વખાણ કરીને લોકોને વિનંતી કરી રહ્યા છે કે તેઓ શૅરિંગનો સાચો મતલબ સમજે.

viral videos offbeat news offbeat videos national news