પબ્લિક ટૉઇલેટને કૉફી-શૉપમાં કન્વર્ટ કર્યું

09 December, 2022 11:11 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

‘ધ અટેન્ડન્ટ’ તરીકે ઓળખાતું ૩૯૦ ચોરસ ફુટનું આ ફિટ્ઝરોવિયા સેન્ટ્રલ લંડનના રહેવાસીઓમાં લોકપ્રિય છે

યુરિનલના સાફ કરાયેલા વળાંકવાળા ટૉપનો ઉપયોગ ડિવાઇડર કાઉન્ટર તરી

વિક્ટોરિયન શૌચાલયોને એક ટ્રેન્ડી કૉફી-શૉપમાં ફેરવવામાં આવ્યાં છે, જેમાં પોર્સેલેઇન યુરિનલના સાફ કરાયેલા વળાંકવાળા ટૉપનો ઉપયોગ ડિવાઇડર કાઉન્ટર તરીકે કરવામાં આવે છે. પુરુષો માટેનાં આ અન્ડરગ્રાઉન્ડ પાયખાનાં ૧૮૯૦થી ૧૯૬૦ સુધી ખુલ્લાં હતાં તથા ત્યાર બાદ બિનઉપયોગી રહ્યાં હતાં. જોકે રિનોવેશન છતાં મૂળ ટાઇલ્સને જાળવી રાખવામાં આવી છે. દાદર પુનઃ સ્થાપિત કરવા તેમ જ પેઇન્ટના લેયર્સને દૂર કરવા માટે કામદારોને આઠ મહિના લાગ્યા હતા.

‘ધ અટેન્ડન્ટ’ તરીકે ઓળખાતું ૩૯૦ ચોરસ ફુટનું આ ફિટ્ઝરોવિયા સેન્ટ્રલ લંડનના રહેવાસીઓમાં લોકપ્રિય છે. આ કૉફી-શૉપની સૅન્ડવિચ અને બરિસ્તા ટાઇપની કૉફી ખૂબ વખણાય છે. આ ઉપરાંત આ કૉફી-શૉપ સીઝનલ એસ્પ્રેસો બ્લેન્ડ પણ પ્રદાન કરે છે.

offbeat news international news