08 April, 2025 11:38 AM IST | Dehradun | Gujarati Mid-day Correspondent
દુલ્હો
ઉત્તર પ્રદેશના બિજનૌરમાં દેહરાદૂનથી એક દુલ્હો લગ્ન કરવા માટે આવ્યો હતો. આ લગ્નસમારંભમાં જૂતા-ચુરાઈની રસમમાં વિવાદ થતાં વાત મારપીટ સુધી પહોંચી ગઈ અને દુલ્હો લગ્ન છોડીને પોલીસમાં ફરિયાદ કરવા પહોંચી ગયો. વાત એમ હતી કે જૂતા-ચુરાઈની રસમ વખતે સાળીઓએ દુલ્હા પાસેથી પચાસ હજાર રૂપિયા માગ્યા હતા. જોકે દુલ્હાએ પાંચ હજાર રૂપિયા જ આપ્યા. દુલ્હાનું કહેવું હતું કે ઓછા રૂપિયા મળવાથી દુલ્હનના પરિવારવાળાઓએ તેને ભિખારી કહ્યો હતો એમાંથી ઝઘડો શરૂ થયેલો. બોલાચાલીથી શરૂ થયેલા વિવાદમાં દુલ્હા અને તેના પિતા સહિત કેટલાક સંબંધીઓને કન્યાપક્ષે રૂમમાં બંધક બનાવી લીધા અને તેમની સાથે મારપીટ પણ કરવામાં આવી. વાત વણસતાં કોઈકે પોલીસ-ફરિયાદ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ બન્ને પક્ષોના મોભીઓને પોલીસચોકી લઈ ગઈ અને ત્યાં બન્નેને શાંત પાડીને સમાધાન કરાવ્યું. મામલો શાંત થયા પછી લગ્નની બાકીની રસમો પૂરી કરવામાં આવી હતી.