12 February, 2026 09:38 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
બાગપત
ઉત્તર પ્રદેશના બાગપતમાં એક પરિવાર પોતાના મૃત ભ્રૂણને લઈને પોલીસ-સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચ્યો હતો. પરિવારનો આરોપ હતો કે તેના ગામના જ કેટલાક યુવકોએ ઘરમાં ઘૂસીને ગર્ભવતી મહિલાની મારપીટ કરી હતી જેને કારણે તેનો ગર્ભ પડી ગયો હતો. તેમણે પહેલાં તો પ્રેગ્નન્ટ મહિલા સાથે અભદ્રતા કરવાની શરૂ કરી. જ્યારે મહિલાએ વિરોધ કર્યો તો તેને લાતો મારીને ભાગી ગયા. જોરથી લાત વાગતાં ગર્ભમાં ઊછરી રહેલો અવિકસિત ભ્રૂણ પડી ગયો હતો.