બોલો, મેકબુક ચાર્જર એટલું ગરમ થયું કે લોટ મૂકતાં કુકીઝ બની ગઈ

18 January, 2021 09:06 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

બોલો, મેકબુક ચાર્જર એટલું ગરમ થયું કે લોટ મૂકતાં કુકીઝ બની ગઈ

મેકબુક ચાર્જર અને તેના પર લોટ મૂકતાં બની ગયેલી કુકીઝ

એક ટ્વિટર યુઝરે પાવર ઍડોપ્ટરના કરેલા ઉપયોગથી નેટિઝન્સ પણ ચકિત છે. આ ટ્વિટર યુઝરે ચાર્જિંગ પર મૂકેલું પાવર ઍડોપ્ટર વધારે પડતું ગરમ થઈ જતાં એના પર લોટનો પિંડ મૂક્યો હતો, જે ગરમ થઈને શેકાઈ ગયો હતો.

ટ્વિટર યુઝર મેયાએ એના પાવર ઍડોપ્ટર અને તેના પર શેકવા મૂકેલા લોટના પિંડનો ફોટો સોશ્યલ મીડિયા પર મૂક્યો છે. કુકીઝ બનાવવાનો આ અનોખો પ્રયોગ લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં ૩.૨ લાખ કરતાં વધુ લાઇક્સ મળી છે.

offbeat news international news