ચાલીને પહોંચતી વેઇટરને રેસ્ટોરાંના ગ્રાહકોએ મળીને ગિફ્ટમાં કાર આપી

30 November, 2019 08:45 AM IST  |  US

ચાલીને પહોંચતી વેઇટરને રેસ્ટોરાંના ગ્રાહકોએ મળીને ગિફ્ટમાં કાર આપી

વેઈટરને મળી ક્રિસમસ ગિફ્ટ

અમેરિકાના ટેક્સસ રાજ્યના ગૅલવેસ્ટન શહેરના ડેનીઝ રેસ્ટોરાંમાં કામ કરતી ઍડ્રિના ઍડવર્ડ્સને કાર ખરીદવાનું સપનું હતું. એ માટે તે ખૂબ કરકસર કરીને પૈસા બચાવતી હતી. તેને ઘરેથી રેસ્ટોરાં આવવા-જવા માટે પાંચ કલાક લાગતા હતા અને તે રોજના બાવીસ કિલોમીટર ચાલી કાઢતી હતી. આ વાત એ રેસ્ટોરાંમાં બ્રેકફાસ્ટ કરવા આવેલા યુગલને ખબર પડી. તેમણે સવારે એ રેસ્ટોરાંમાં નાસ્તો કર્યો અને એ જ વખતે તેમને વિચાર આવ્યો કે આ ક્રિસમસમાં આ છોકરીની ઇચ્છા પૂરી કરી હોય તો કેવું? આ કપલ ફરીથી એ જ સાંજે રેસ્ટોરાંમાં ડિનર માટે આવ્યું અને ડિનર પછી તેમણે નિસાન સૅન્ટ્રા કારની ચાવી ટિપ તરીકે ઍડ્રિનાને થમાવી દીધી. કાર જોઈને ઍડ્રિનાની આંખો ખુશીથી છલકાઈ ઊઠી. કાર આપનાર યુગલમાંની મહિલાએ તેને કહ્યું પણ ખરું કે જો તે કદી આ ભેટનું વળતર ચૂકવવા માગતી હોય તો તેના જેવા બીજા કોઈકને મદદ કરજે. હવે તે માત્ર અડધો કલાકમાં ઘરેથી રેસ્ટોરાં આવી શકશે.

united states of america offbeat news