ઠંડીમાં રખડતા સેંકડો કૂતરાઓને આ કન્યા કપડાં પહેરાવે છે

26 December, 2025 06:55 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ઉત્તર ભારતમાં ખૂબ ઠંડી છે ત્યારે માણસોની જેમ પ્રાણીઓને પણ એટલી જ ઠંડી લાગે છે. કડકડતી ઠંડીમાં રોડ પર રખડતા કૂતરાઓને પણ હૂંફનો અહેસાસ થાય એ માટે ઉત્તર પ્રદેશમાં જાગૃતિ શર્મા નામની એક યુવતી અનોખા મિશન પર છે.

ઠંડીમાં રખડતા સેંકડો કૂતરાઓને આ કન્યા કપડાં પહેરાવે છે

ઉત્તર ભારતમાં ખૂબ ઠંડી છે ત્યારે માણસોની જેમ પ્રાણીઓને પણ એટલી જ ઠંડી લાગે છે. કડકડતી ઠંડીમાં રોડ પર રખડતા કૂતરાઓને પણ હૂંફનો અહેસાસ થાય એ માટે ઉત્તર પ્રદેશમાં જાગૃતિ શર્મા નામની એક યુવતી અનોખા મિશન પર છે. તેણે કૂતરાઓની બૉડીને ઢાંકી શકે એવાં ઝભલાં બનાવડાવ્યાં છે અને તે રાતે શેરીએ-શેરીએ ફરીને કૂતરાઓને કપડાં પહેરાવી રહી છે. જાગૃતિ શર્માનો આ વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ સરાહના પામ્યો છે. આ વિડિયો જેણે લીધો છે તે વ્યક્તિ પૂછે છે કે શું તમને આ કૂતરા કરડતા નથી? આ વાતનો જવાબ જાગૃતિએ આપવાની જરૂર જ નથી પડતી. શ્વાનો ખુદ તેની આસપાસ પૂંછડી પટપટાવીને આવી પહોંચે છે અને કપડાં પહેરવા માટે પોતાના નંબરની રાહ જોતા હોય એવું લાગે છે.

offbeat news national news north india india animal uttar pradesh