૩૫ દિવસમાં ૬ વખત સાપ કરડ્યો ૨૪ વર્ષના આ યુવકને

10 July, 2024 01:22 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

વિકાસ દુબે નામના આ યુવકને પહેલી વાર બીજી જૂને સાપ કરડ્યો હતો.

૩૫ દિવસમાં ૬ વખત સાપ કરડ્યો ૨૪ વર્ષના આ યુવકને

કોઈને જિંદગીમાં બેથી ત્રણ વાર સાપ કરડ્યો હોય એવા લોકો જવલ્લે જ જોવા મળે, જ્યારે ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના સૌરા ગામમાં ૨૪ વર્ષના એક યુવકને ૩૫ દિવસના સમયગાળામાં ૬ વખત સાપ કરડ્યો છે. અલબત્ત, દર વખતે તેને હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યો અને સારવાર કરાવીને સાજો થઈ ગયો. વિકાસ દુબે નામના આ યુવકને પહેલી વાર બીજી જૂને સાપ કરડ્યો હતો. તેણે પલંગ પરથી પગ નીચે મૂક્યો ત્યારે ત્યાં સાપ હતો જેણે તેને ડંખી લીધો. તરત જ તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો. એ પછી તે જેવો ઘરે ગયો અને વીક-એન્ડમાં સૂતો હતો ત્યારે ફરીથી તેને સાપ કરડ્યો. વિકાસનું કહેવું છે કે શનિ-રવિના દિવસોમાં જ તેને સાપ કરડ્યા છે. ચાર વાર ઘરમાં સાપ કરડતાં પરિવારજનોએ તેને તેની કાકીના ઘરે રાધાનગર રહેવા મોકલી આપ્યો હતો, પરંતુ ત્યાં પણ સાપે તેનો પીછો નહોતો છોડ્યો. ત્યાં પણ તેને સાપ કરડતાં વિકાસનાં માતા-પિતા દીકરાને ફરી પાછાં ઘરે લઈ આવ્યાં. ઘરમાં સાપ ન આવે એ માટે અનેક તકેદારી રાખી હોવા છતાં છઠ્ઠી જુલાઈએ છઠ્ઠી વાર તેને સાપ કરડ્યો અને છઠ્ઠી વાર ઍન્ટિ-વેનમ રસી લેવા માટે તેને હૉસ્પિટલાઇઝ કરવો પડ્યો. હવે તો વિકાસ દુબેને શનિ-રવિની રજા આવશે ત્યારે શું થશે એનો ડર સતાવી રહ્યો છે.

offbeat news uttar pradesh national news social media lucknow