30 August, 2025 07:48 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના રામપુર પાસેનાં બે ગામમાં અત્યારે એક જ મહિલાની ચર્ચા છે. દોઢ વર્ષ પહેલાં તેનાં લગ્ન અઝીમનગરના યુવક સાથે થયાં હતાં. જોકે તેનાં લગ્ન થયાં એ વખતે જ તેને પાડોશના ગામના એક યુવક સાથે પ્રેમ હતો. અફેરને કારણે તે છેલ્લા એક વર્ષમાં દસ વાર પ્રેમી સાથે ભાગીને જતી રહી હતી. છાશવારે મહિલા ભાગી જતી અને પછી તેનો પતિ તેને પકડીને પાછી લઈ આવતો એવું વારંવાર થતાં પંચાયત બોલાવવામાં આવી. આ પંચાયત સામે મહિલાએ જે ડિમાન્ડ મૂકી એ ચોંકાવનારી હતી. તેણે કહ્યું હતું કે તે મહિનામાં ૧૫ દિવસ પતિ સાથે રહેશે અને ૧૫ દિવસ તેના પ્રેમી સાથે રહેવા માગે છે. પંચાયતના લોકો આ સાંભળીને દંગ રહી ગયા. પત્નીની આ ડિમાન્ડ સાંભળીને પતિએ કહી દીધું કે ‘તુમ મુઝે માફ કર દો ઔર અપને પ્રેમી કે સાથ હી રહો.’
એ પછી પતિ ખુદ સામે ચાલીને પત્નીને તેના પ્રેમીને ત્યાં મૂકી આવ્યો હતો.