28 March, 2026 01:12 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
લગ્ન પછી નીલમ ઘરમાં બહુ હળતી-ભળતી નહોતી
ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં એક યુવતી લગ્નના ૩૦ દિવસ પછી ફોટોગ્રાફર પ્રેમી સાથે ભાગી ગઈ હતી. મોહનપુર ગામમાં રહેતા રામ પટેલના દીકરા ડૉક્ટર પ્રાંશુનાં લગ્ન નીલમ નામની કન્યા સાથે ૧૯ ફેબ્રુઆરીએ ધામધૂમથી કરવામાં આવ્યાં હતાં. લગ્ન પછી નીલમ ઘરમાં બહુ હળતી-ભળતી નહોતી. ડૉક્ટરસાહેબ નવી પત્નીને સારું લાગે એ માટે બનતું બધું જ કરી રહ્યા હતા, પરંતુ બાવીસમી માર્ચે વહેલી સવારે અચાનક જ નીલમ તેની રૂમમાંથી ગાયબ થઈ ગઈ. ડૉક્ટરે ખૂબ શોધખોળ કરી પણ ક્યાંય ન મળતાં ઘરમાં રોકકળ મચી ગઈ. શોરબકોર સાંભળીને મોહલ્લાના લોકો જમા થઈ ગયા અને કેટલાકે કહ્યું કે નીલમને તેમણે મોડી રાતે ૩ યુવકો સાથે કારમાં બૅગ લઈને ક્યાંક ભાગતાં જોઈ હતી. આ વાત પર નીલમના પિયર ફોન કરવામાં આવ્યો તો પહેલાં કોઈ જવાબ ન મળ્યો. ખૂબ દબાણ કરતાં નીલમના પિતાએ કહ્યું કે નીલમ બે વર્ષથી ફોટોગ્રાફર સાથે પ્રેમમાં હતી. ડૉક્ટરના ઘરમાંથી નીલમ પચીસ લાખ રૂપિયાનાં સોના-ચાંદીનાં ઘરેણાં અને રોકડ સાથે લઈને ભાગી છે.