17 December, 2025 04:38 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
ઉત્તર પ્રદેશના માઉ જિલ્લામાં સોમવારે એક મહિલા પોલીસ અધિકારીને તેની હરકતોને લીધે ઝડપી બદલીનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં મહિલા પોલીસ અધિકારી એક કિશોરી છોકરી અને તેના ભાઈને મંદિરના ગાર્ડનમાં પૂછપરછ કરતી દેખાઈ રહી હતી, જેમાં તેને કોઈ પણ ગાર્ડિયન વિના બહાર ન નીકળવા માટે કહેતી જોવા મળી રહી હતી.
વાયરલ વીડિયો મુજબ યુપીના શીતલા મંદિર ઉદ્યાનમાં મહિલા સુરક્ષા પેટ્રોલિંગ દરમિયાન આ વિવાદ ઉભો થયો હતો. સ્થાનિક મહિલા થાણાના SHO મંજુ સિંહે ગાઝીપુરના ભાઈ-બહેનોને તેમના કઝીન ભાઈ સાથે જોયા હતા. કંઈક ખોટું થયું હોવાની શંકા થતાં, SHO એ છોકરીના પિતાનો ફોન નંબર માગ્યો, ઓળખની પુષ્ટિ કરવા માટે તેમને ફોન કર્યો અને ભાઈને પૂછપરછ કરી, જેણે આગ્રહ કર્યો કે તે પરિવારનો છે. ચકાસણી પછી પણ તેઓ ભાઈ-બહેન હોવાનું સાબિત થયા પછી પણ, સિંહે દબાણ શરૂ રાખ્યું હતું. વીડિયોમાં SHO છોકરીને ગાર્ડિયન વગર જાહેર સ્થળોએ ન ફરવાની સલાહ આપી અને ફોન પર પિતાને પણ ગાર્ડિયન વિના તેમના બાળકોને બહાર ન મોકલવાનું કહેતા આ વિવાદ શરૂ થયો હતો.
સોશિયલ મીડિયામાં લોકો આના સામે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકોએ આ ઘટનાને સલામતીના પગલાં લેવા માટે કરવામાં આવેલ ‘અતિશય ખોટી મૉરલ પોલીસિંગ’ ગણાવી તેની ટીકા કરી રહ્યા છે. ટીકાકારોએ કહ્યું કે આવી હરકતો લોકોની પર્સનલ સ્પેસમાં કેવી રીતે પ્રવેશ કરે છે. હવે આ મહિલા અધિકારી સામે પોલીસ અધિક્ષક એલામરનએ SHO ની તાત્કાલિક બદલીની પુષ્ટિ કરી. "અમે બધા પોલીસ કર્મચારીઓને જનતા સાથેના તેમના વર્તન અંગે સંવેદનશીલ બનાવી રહ્યા છીએ અને કાઉન્સેલિંગ કરી રહ્યા છીએ," વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું.
અધિક પોલીસ અધિક્ષક અનુપ કુમારે તાત્કાલિક નોંધ લીધી, સ્પષ્ટતા કરી કે કોઈ ગુનો થયો નથી પરંતુ બિનજરૂરી સલાહ સામે મહિલા કર્મચારીને ચેતવણી આપવામાં આવી છે. "કેટલાક પોલીસકર્મીઓ `નૈતિક ફરજ` ધારણ કરે છે અને અનિચ્છનીય સૂચનો આપે છે," તેમણે કહ્યું. "જાહેર સ્થળોની મુલાકાત લેતા કપલને પણ યોગ્ય કારણો વિના રોકી શકાતા નથી. સમગ્ર જિલ્લામાં પોલીસને સંવેદનશીલ બનાવવામાં આવશે. તેમણે તેમના અધિકારક્ષેત્રની બહાર કોઈ કામ ન કરવું જોઈએ. મારી ઑફિસ તરફથી ચેતવણી જાહેર કરવામાં આવશે." પોલીસના એક સૂત્રએ નોંધ્યું કે ભાઈ પુખ્ત વયનો છે, તેની બહેન સગીર છે, અને તેનો પિતરાઈ ભાઈ ગાઝીપુરથી તેમની સાથે જોડાયો હતો. તેમ છતાં નાગરિકોને આ રીતે જાહેરમાં બધા વચ્ચે પોલીસ દ્વારા હેરાન કરવાની વાત પર પણ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે.