સ્વિચ દબાવતાં ઝળહળી ઊઠતું અનોખું લ્યુમિલ પેઇન્ટ

10 January, 2021 09:06 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

સ્વિચ દબાવતાં ઝળહળી ઊઠતું અનોખું લ્યુમિલ પેઇન્ટ

લ્યુમિલ નામે એક ઇલેક્ટ્રો લ્યુમિનિસન્ટ પેઇન્ટની પેટન્ટ નોંધવામાં આવી છે. એ પેઇન્ટ કોઈ પણ નક્કર સપાટી પર લગાવવામાં આવ્યો હોય અને એમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થાય તો એ ઝળહળી ઊઠે છે. 

લ્યુમિનિસન્ટ પેઇન્ટ્સ કેટલાક દાયકાથી બજારમાં છે, પરંતુ ઇલેક્ટ્રોલ્યુમિનિસન્ટ પેઇન્ટ્સની જાહોજલાલી જુદી છે. ફ્લોરોસન્ટ અને ફૉસ્ફરેસન્ટ પેઇન્ટ્સને લાંબા સમય સુધી અલ્ટ્રા વાયલેટ કિરણો સામે રાખતાં એ ટૂંક સમય માટે ચમકે-ઉજાસ આપે છે, પરંતુ ઇલેક્ટ્રોલ્યુમિનિસન્ટ પેઇન્ટ્સની ચમક લાંબો સમય રહે છે અને વૈભવી અહેસાસ કરાવે છે.

offbeat news international news