૨૪૦૦ વર્ષ જૂના શબમાં નહીં પચેલો ખોરાક હજી સચવાયો છે

26 July, 2021 10:28 AM IST  |  Denmark | Gujarati Mid-day Correspondent

વૈજ્ઞાનિકોએ જ્યારે આ મૃતદેહ તપાસ્યો ત્યારે એમાંથી એવું જાણવા મળ્યું કે એ વ્યક્તિનું મૃત્યુ ગળાફાંસો અપાવાથી અથવા ફાંસો ખાવાથી થયું હતું

૨૪૦૦ વર્ષ જૂના શબ

સદીઓ પહેલાં મૃત્યુ પામેલી એક વ્યક્તિના મૃતદેહ પર વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે. આ મૃતદેહ અંદાજે ૨૪૦૦ વર્ષ પહેલાંનો મનાય છે. ડેન્માર્કમાં વિજ્ઞાનીઓની સલાહ મુજબ મસાલો ભરીને આ મૃતદેહને એક પેટીમાં સાચવવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોએ જ્યારે આ મૃતદેહ તપાસ્યો ત્યારે એમાંથી એવું જાણવા મળ્યું કે એ વ્યક્તિનું મૃત્યુ ગળાફાંસો અપાવાથી અથવા ફાંસો ખાવાથી થયું હતું. સંશોધકોનું માનવું છે કે એ વ્યક્તિએ છેલ્લે જે ખાધું હતું એ ખોરાકનો પચ્યા વિનાનો અંશ મૃતદેહમાંથી મળી આવ્યો હતો, જેના પરથી મૃત વ્યક્તિએ તેના મૃત્યુના ૧૨થી ૨૪ કલાક પૂર્વે લીધેલા છેલ્લા ભોજનમાં કાંજી જેવી કોઈક ખાદ્ય સામગ્રી અથવા દૂધની કોઈ સામગ્રી કાં માછલી ખાધી હોવાનું જાણી શકાયું છે.

સંશોધન દરમ્યાન આ વ્યક્તિના આંતરડાંમાંથી પરોપજીવી મળી આવ્યા હતા, જે સૂચવે છે કે મરનાર વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું નહોતું.

બોગ બૉડી એ એવા માનવઅવશેષો છે જેને ઍસિડિક પીટ બોગ દ્વારા સંગ્રહિત કરવામાં આવે છે. વૈજ્ઞાનિકોના મતે બોગ માનવીની ત્વચા, વાળ, નખ તેમ જ આંતરિક અવયવોને અખંડ સાચવી શકે છે. આ બોગ બૉડી વૈજ્ઞાનિકોને ૧૯૫૦માં મળી હતી અને એને તરત જ ફૉરેન્સિક વિશ્લેષણ માટે મોકલવામાં આવી હતી.

offbeat news international news denmark