દિલ્હીના બાબા કા ઢાબા બાદ હવે ફેમસ થઈ રહ્યા છે આગરાના કાંજીવડેવાલા ચાચા

11 October, 2020 08:52 AM IST  |  Mumbai | Mumbai correspondent

દિલ્હીના બાબા કા ઢાબા બાદ હવે ફેમસ થઈ રહ્યા છે આગરાના કાંજીવડેવાલા ચાચા

દિલ્હીના બાબા કા ઢાબા બાદ હવે ફેમસ થઈ રહ્યા છે આગરાના કાંજીવડેવાલા ચાચા

સોશ્યલ મીડિયાના યુગમાં તાજેતરમાં લોકો દિલ્હીના એક ખૂણામાં બાબા કા ઢાબા નામની દુકાન ચલાવતા વયોવૃદ્ધ લોકોને મદદ કરવા માટે ઊમટી પડ્યા હતા. કાંતાપ્રસાદ અન તેમનાં પત્ની બદામીદેવીનો વિડિયો ઘણો વાઇરલ થયો હતો. ઇન્સ્ટાગ્રામ-યુઝર ઘનિષ્ઠાએ તાજેતરમાં છેલ્લાં ૪૦ વર્ષથી આગરામાં કાંજીવડાં વેચતા ૯૦ વર્ષના એક વૃદ્ધનો વિડિયો શૅર કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે કોરોનાને કારણે તેમની આવક ઘટીને દરરોજથી ૨૫૦થી ૩૦૦ રૂપિયા સુધીની થઈ ગઈ હતી. તેમની દુકાનનો વિડિયો શૅર કરતાં ઘનિષ્ઠાએ લખ્યું હતું કે છેલ્લાં ૪૦ વર્ષથી કાકા કાંજીવડાં વેચે છે. તેઓ ૯૦ વર્ષના છે. રોગચાળાને કારણે તેમની આવક ઘટીને માત્ર ૨૫૦થી ૩૦૦ રૂપિયા જ રહી ગઈ છે. તેમની દુકાન આગરાના કમલાનગરની પ્રોફેસર કૉલોનીમાં છે. હું પણ ત્યાં જાઉં છું તેમ જ આશા રાખું છું કે તમે પણ આવો, ખાઓ તેમ જ બનતી મદદ કરો. દરરોજ સાંજે ૫.૩૦ વાગ્યાથી તેઓ અહીં હોય છે.
આ ક્લિપ પણ ઘણી વાઇરલ થઈ હતી. એને ૧,૫૬,૦૦૦ લોકોએ જોઈ હતી તેમ જ ઘણી કમેન્ટ્સ પણ આવી છે.

mumbai news mumbai delhi news agra offbeat news national news