આ દેશમાં Whatsapp, Facebook, Twitter વાપરવા પર લાગે છે ટેક્સ

23 February, 2019 06:16 PM IST  |  યુગાન્ડા

આ દેશમાં Whatsapp, Facebook, Twitter વાપરવા પર લાગે છે ટેક્સ

યુગાંડામાં ફેસબુક વાપરશો તો લાગશે ટેક્સ

ભારતમાં સોશિયલ મીડિયા યુઝર્સ સતત વધી રહ્યા છે. ફેસબુક, ટ્વિટર જેવા તમામ સોશિયલ પ્લેટફોર્મ્સ પર દેશમાં જ નહીં આખી દુનિયામાં યુઝર્સ વધી રહ્યા છે. આજના સમયમાં લોકો કલાકો સોશિયલ મીડિયા પર વીતાવી દે છે. પણ જો આના પર ટેક્સ લાગતો હોય તો ! જો તમને કહેવામાં આવે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર તમારે ટેક્સ આપવો પડશે તો. ખાસ કરીને જો ભારતમાં આવું પગલું લેવાય તો લોકો સરકારનો વિરોધ પણ કરી શકે છે. પરંતુ એક દેશ એવો પણ છે. જ્યાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા બદલ ટેક્સ આપવો પડે છે.

યુગાન્ડામાં સોશિયલ મીડિયા પર ટેક્સ લાગે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે યુગાન્ડામાં સોશિયલ મીડિયા પર ટેક્સ લગાવાયા બાદ 2018ના એક ક્વાર્ટરમાં 30 લાખ લોકોએ ઈન્ટરનેટનો ઉપયોગ બંધ કરી દીધો છે. યુગાન્ડામાં ગત વર્ષે જ સોશિયલ મીડિયા પર ટેક્સ લગાવવાની જાહેરાત થઈ હતી. જેમાં ફેસબુક, ટ્વિટર અને વ્હોટ્સ એપ સામેલ છે.

હાલ યુગાન્ડામાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનાર લોકોમાંથી 50 ટકા લોકો સોશિયલ મીડિયાના ઉપયોગ માટે ટેક્સ ચૂકવી રહ્યા છે. અહીં સોશિયલ મીડિયા પર ટેક્સ લગાવવાનું કારણ સરકારની સંપત્તિ વધારવાનું છે. પૂર્વ આફ્રિકાનો આ દેશ અત્યંત ગરીબ છે, જેને કારણે સરકારે સોશિયલ મીડિયાના વપરાશ પર ટેક્સ લગાવ્યો છે. પરંતુ તેના કારણે દેશના ઈન્ટરનેટ યુઝર્સ ઘટી ગયા છે.

આ પણ વાંચોઃ Google, Amazon અને Facebook યૂઝર્સના ડેટાને સુરક્ષિત રાખવા માટે લઈ રહ્યા છે આ પગલા

યુગાન્ડા કમ્યુનિકેશન કમિશનના કહેવા પ્રમાણે જુલાઈથી સપ્ટેમ્બર 2018ના આંકડા ચોંકાવનારા છે. જે યુઝર્સ ટેક્સ ચૂકવીને સોશિયલ મીડિયાનો યુઝ કરે છે તેમની સંખ્યામાં નહિવત્ ઘટાડો થયો છે. આ સંખ્યા 2018ના જુલાઈમાં 80 લાખ હતી, જે સપ્ટેમ્બરમાં 68 લાખ થઈ ગઈ હતી.

offbeat news hatke news