યુએસના યુદ્ધજહાજ પર દેખાયો યુએફઓ

22 May, 2022 07:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડઝનેક કે સેંકડો ક્રૂમેને ૨૦૦૪માં બનેલી એક વિચિત્ર ઘટના વિશે હાલ જણાવ્યું હતું.

યુએસના યુદ્ધજહાજ પર દેખાયો યુએફઓ

ડઝનેક કે સેંકડો ક્રૂમેને ૨૦૦૪માં બનેલી એક વિચિત્ર ઘટના વિશે હાલ જણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે તેમના યુદ્ધજહાજ પર તેમણે અવકાશમાં તરતા પદાર્થ જોયા હતા. યુએસના યુદ્ધજહાજ અને યુદ્ધજહાજોની નજીક આવતા યુએફઓની ઘટનાઓની શ્રેણીમાં આ નવીનતમ ઘટના જાહેર થયા બાદ ઘણા ભૂતપૂર્વ સૈનિકો તેમની વાત કહેવા  આગળ આવી રહ્યા છે.    
આકાશમાં જોવા મળતી વિચિત્ર વસ્તુઓ, જે સામાન્ય રીતે અનઆઇડેન્ટિફાઇડ એરિયલ ફેનોમેના (યુએપી) તરીકે ઓળખાય છે અને આ યુએસએસ રોનાલ્ડ રેગન શિપ પર બનેલી ઘટના સંભવિત રીતે ઇતિહાસમાં સૌથી અસાધારણ યુએફઓ ઘટનાઓ પૈકીની એક છે, જેમાં ૪ કલાકમાં મોટી સંખ્યામાં સાક્ષીઓ દ્વારા અનેક વાર આ ઑબ્જેક્ટ જોવામાં આવ્યો હતો.
આ કેસની તપાસ દસ્તાવેજી ફિલ્મનિર્માતા ડેવ સી. બીટી કરી રહ્યા છે.  તેમણે ઘટનાની રાતે આ યુદ્ધજહાજ પર કામ કરી રહેલા ડેરેક સ્મિથનો સંપર્ક કર્યો હતો. ડેરેક સ્મિથ આઠ ભૂતપૂર્વ યુએસ નેવી ક્રૂમાંના એક હતા, જેમણે ઑબ્જેક્ટ જોયાની કે પછી એના એન્કાઉન્ટર વિશે બીજા દિવસે સાંભળ્યાની વાતની પુષ્ટિ કરી હતી. 
ડેરેક સાથે અન્ય નાવિકે પણ મિસ્ટર બીટી સાથેની મુલાકાતમાં આ પદાર્થ જોયો હેવાની પુષ્ટિ કરી હતી. એક વાત સાથે બધા સંમત થાય છે કે જહાજ નજીક નારંગી અગનગોળો જોવા મળ્યો હતો. 

offbeat news united states of america