2ભાઈઓએ સૅન્ટાને લખ્યો પત્ર:ભેટ નહીં લાવો તો ચાલશે, અમને મળવા જરૂર આવજો

15 December, 2019 12:29 PM IST  |  Mumbai Desk

2ભાઈઓએ સૅન્ટાને લખ્યો પત્ર:ભેટ નહીં લાવો તો ચાલશે, અમને મળવા જરૂર આવજો

ક્રિસમસ આવે એટલે નાના-મોટા બધા જ લોકો સૅન્ટા ક્લૉઝ તેમને માટે ભેટ લાવશે એવી આશા રાખતા હોય છે. નાનાં બાળકો તો પોતાની વિશલિસ્ટ પણ તૈયાર કરીને રાખતા હોય છે. બ્રાઝિલની સરહદે આવેલા અંતરિયાળ વિસ્તારમાં રહેતા ૯ વર્ષના ઝેકિલ અને તેના ભાઈએ આ ક્રિસમસમાં સૅન્ટાને પોતાના ગામ આવવાનું આમંત્રણ આપતો પત્ર લખ્યો છે. ગ્રામીણ અને પછાત વિસ્તાર હોવાથી અહીં ક્રિસમસ દરમ્યાન ઉજવણી ઘણી ફિક્કી રહેતી હોવાથી તેમણે કદી સૅન્ટા ક્લૉઝને જોયો જ નથી. તેમને માટે સૅન્ટા હંમેશાં કહાણીઓમાં જ રહ્યા છે. એવામાં બે ભાઈઓએ આ વર્ષે ક્રિસમસની રજામાં સૅન્ટા ક્લૉઝને પત્ર લખીને કહ્યું છે, ‘તમે ભેટ નહીં લાવો તો ચાલશે, પણ આ વર્ષે અમારે ત્યાં પધારજો જરૂર.’ તેમનો આ પત્ર પિતાએ સોશ્યલ મીડિયા પર મૂક્યો છે. બન્ને ભાઈઓએ લખ્યું છે, ‘કેટલાંય વર્ષોથી અમે તમને મળવા ઇચ્છીએ છીએ, પણ મળી શક્યા નથી.’

brazil offbeat news