બ્રાઝિલમાં આવી કાચબાઓની સુનામી

18 December, 2020 07:07 AM IST  |  Brazil | Gujarati Mid-day Correspondent

બ્રાઝિલમાં આવી કાચબાઓની સુનામી

બ્રાઝિલમાં પુરુસ નામે ઍમેઝૉનની ઉપનદી છે. એ ઉપનદીના કિનારા પાસેના ‘રક્ષિત ક્ષેત્ર’માં  ૯૨,૦૦૦ કાચબા પેદા થતાં એ દેશમા ટર્ટલ સુનામી આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હજારોની સંખ્યામાં ઈંડાં સેવવાની ક્રિયા અને ટૂંકા સમયગાળામાં એક પછી એક બચ્ચાં બહાર આવવાની ઘટનાઓ જેમની નજરે ચડી એ બધા આનંદવિભોર બની ગયા છે. અબુફારી બાયોલૉજિકલ રિઝર્વના નેજા હેઠળ આ ટર્ટલ સુનામીની ઘટના બની હોવાનું સ્થાનિક સંસ્થા વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટીએ રિલીઝ કરેલા વિડિયોમાં જણાવવામાં આવ્યું છે. સાઉથ આફ્રિકન જાયન્ટ રિવર ટર્ટલ્સ પર્યાવરણની દૃષ્ટિએ ઉત્તમ અને વિશ્વમાં સર્વત્ર આવકારપાત્ર છે. આ ઘટનામાં નોંધપાત્ર બાબત એ છે કે ૭૧,૦૦૦ કાચબાનો જન્મ એક જ દિવસે થયો હતો અને ૨૧,૦૦૦ કાચબા ત્યાર પછીના કેટલાક દિવસોમાં ઈંડાંમાંથી બહાર નીકળ્યા હતા. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. એ વિડિયોએ  લાખો શૅર અને લાઇક્સ મેળવ્યાં છે.

offbeat news international news brazil