ટ્રમ્પનું નવું ગતકડું

12 July, 2020 12:59 PM IST  |  Mumbai Desk | Agencies

ટ્રમ્પનું નવું ગતકડું

ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ ફોટો)

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ એક નવા અને ખૂબ મોટા મેરિડ બેસ્ડ ઇમિગ્રેશન સિસ્ટમની તૈયારી કરી રહ્યા છે. નવા ઇમિગ્રેશન બિલમાં ડેફર્ડ એક્શન ફોર ચાઈલ્ડહૂડ અરાઈવલ પ્રોગ્રામ સાથે જોડાયેલા લોકોને પણ નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવશે. તેનો અર્થ એવો થશે કે તે પ્રવાસીઓને પણ નાગરિકતા મળી શકશે જે બાળપણથી અમેરિકા આવ્યા છે અને એક રીતે ગેરકાયદે રીતે અહીં રહે છે.
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ૨૦૧૨માં ડીએસીએ પૉલિસી લાગુ કરી હતી. આ પૉલિસી પ્રમાણે ૧૬ વર્ષની નાની ઉંમરના તે લોકો જે ગેરકાયદે રીતે અમેરિકા આવ્યા હતા તેમને અમેરિકામાં રહેવાની મંજૂરી અને વર્ક-પરમિટ આપવા માટે લાવવામાં આવી હતી. જોકે શરત એ રાખવામાં આવી હતી કે તે વ્યક્તિનો કોઈ ક્રિમિનલ રેકૉર્ડ ન હોવો જોઈએ. ડીએસીએને દર બે વર્ષે રિન્યુ કરાવી શકે છે.
વાઈટ હાઉસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ બિલનો અર્થ એવો નથી કે ગેરકાયદે રીતે આવેલા લોકોને માફી આપવામાં આવી રહી છે.

international news united states of america offbeat news