લિટરલી ‘પૈસોં કી બરસાત’

22 May, 2022 08:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા એક વિડિયોએ બધાને આશ્ચર્યમાં મૂક્યા છે.

લિટરલી ‘પૈસોં કી બરસાત’

સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા એક વિડિયોએ બધાને આશ્ચર્યમાં મૂક્યા છે. આ વિડિયોમાં એક વ્યક્તિના ઘરે રૂપિયાનો વરસાદ થતો જોવા મળે છે. આમ તો અત્યારના ડિજિટાઇઝેશનના જમાનામાં લોકો પોતાનાં ઘરમાં વધારે કૅશ રાખતા નથી, પરંતુ આ વાઇરલ વિડિયોમાં આશ્ચર્ય પમાડનારાં દૃશ્યો જોવા મળે છે. આ વ્યક્તિ કૅશને ઉડાડતો જોવા મળે છે. સાથે જ એ રૂમમાં એક ટેબલ પર પણ ખૂબ વધારે પ્રમાણમાં નોટના ઢગલા જોવા મળે છે. સાથે જ ફ્લૉર પર પણ અઢળક નોટ્સ જોવા મળે છે. આ વિડિયો પર મજેદાર કમેન્ટ્સ આવી છે. કેટલાકે કમેન્ટ્સમાં પોતાનો નંબર આપીને રૂપિયા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું.

offbeat news