જીપીએસની ભૂલે ટ્રક-ડ્રાઇવરની હાલત બગાડી

11 January, 2022 09:15 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

જીપીએસના ઉપયોગથી બે સ્થળ વચ્ચેના અંતર અને પ્રવાસમાં લાગનારા સમય વિશે પણ માહિતી મળી રહે છે

જીપીએસની ભૂલે ટ્રક-ડ્રાઇવરની હાલત બગાડી

આજની તારીખે ડિજિટલ-મૅપ અને જીપીએસ અજાણ્યાં સ્થળોએ માર્ગ શોધવામાં ઘણી સહાય કરે છે. જીપીએસના ઉપયોગથી બે સ્થળ વચ્ચેના અંતર અને પ્રવાસમાં લાગનારા સમય વિશે પણ માહિતી મળી રહે છે. જોકે હંમેશાં એ સાચો જ માર્ગ બતાવે એ જરૂરી નથી હોતું. ચીનમાં એક હેવી ટ્રક-ડ્રાઇવરને આનો યાદ રહી જાય એવો અનુભવ થયો છે. જીપીએસ પર દેખાડવામાં આવેલા માર્ગ પર જતાં તેની ટ્રક પહાડના રસ્તે લગભગ ૩૫૦ ફુટ ઊંચે લટકી જાય છે, કારણ કે આગળ કોઈ રસ્તો હતો જ નહીં. ખોટો રસ્તો જીપીએસ બતાવતું હતું
આમ પણ પહાડી રસ્તે પ્રવાસ કરવો સરળ નથી હોતો, પરંતુ વધુ તકલીફ ત્યારે થાય છે જ્યારે પ્રવાસ સરળ બનાવવા તમે જીપીએસની મદદ લો અને એને લીધે જ જોખમી પરિસ્થિતિમાં મુકાઈ જાઓ છો. પ્રસ્તુત ઘટના ચીનના શાનઝી પ્રાંતમાં નવા વર્ષના દિવસે બની હતી. પ્રાપ્ત અહેવાલ મુજબ ટ્રક-ડ્રાઇવર જીપીએસ નેવિગેશનને અનુસરતાં પહાડી માર્ગે એક સાંકડા અને જોખમી રસ્તા પર પહોંચી જાય છે અને શું થઈ રહ્યું છે એની જાણ થાય એ પહેલાં તેની ટ્રક ૩૫૦ ફુટ ઊંચે પહાડી પર ઝૂલી રહી હોય છે. 
જોકે પછીથી ત્રણ ભારે ટોઇંગ ટ્રક જોડીને એને જોખમ-મુક્ત કરાઈ હતી, પણ આમાં આખા એક દિવસ લાગ્યો હતો. 

offbeat news international news