01 November, 2026 01:22 PM IST | Mexico | Gujarati Mid-day Correspondent
નાવડીઓથી પૂર્વજોને શ્રદ્ધાંજલિ
જેમ આપણે ત્યાં શ્રાદ્ધપક્ષમાં પિતૃઓને તર્પણ કરવાની વિધિ હોય છે એમ પશ્ચિમના કેટલાક દેશોમાં પહેલી અને બીજી નવેમ્બરે ડે ઑફ ધ ડેડ તરીકે ઉજવવામાં આવે છે. લોકો સ્થાનિક પરંપરા મુજબ પૂર્વજોને યાદ કરીને સ્મરણાંજલિ આપે છે. મેક્સિકોના સિસલમાં માછીમારો પોતાની નાવડીઓને રંગબેરંગી લાઇટિંગથી સજાવીને પાણીમાં હંકારે છે. કહેવાય છે કે તેઓ પોતાના મૃત્યુ પામેલા સ્વજનને યાદ કરતી સ્ટોરી મુજબ નાવડી પર લાઇટિંગ કરે છે અને પાણીમાં તરે છે.