ટીટીઈ દીકરા અને રેલવે ગાર્ડ પિતાની ટ્રેનો ક્રૉસ થઈ અને એપિક સેલ્ફી લેવાઈ

18 June, 2022 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેલવેમાં ટીટીઈ (ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર)ની ફરજ બજાવતા પુત્ર અને ગાર્ડની ફરજ બજાવતા પિતાની ટ્રેન જ્યારે ક્રૉસ થાય છે ત્યારે પુત્રએ સેલ્ફી લીધી હતી. 

ટીટીઈ દીકરા અને રેલવે ગાર્ડ પિતાની ટ્રેનો ક્રૉસ થઈ અને એપિક સેલ્ફી લેવાઈ

કૅમેરામાં કેદ થયેલી કેટલીક ક્ષણો એટલી ખાસ હોય છે કે એના વિશે ગાઈવગાડીને લોકોને જણાવવાનું મન થાય. એમાં પણ જો એ ફોટો પેરન્ટ્સ અને બાળકોનો હોય તો એ વિશેષ બની જાય છે. આવી જ એક વિશિષ્ટ સેલ્ફી સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. એમાં રેલવેમાં ટીટીઈ (ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર)ની ફરજ બજાવતા પુત્ર અને ગાર્ડની ફરજ બજાવતા પિતાની ટ્રેન જ્યારે ક્રૉસ થાય છે ત્યારે પુત્રએ સેલ્ફી લીધી હતી. 
ટ્વિટર પર આ સેલ્ફી સુરેશકુમાર દ્વારા શૅર કરવામાં આવી હતી. રેલવેમાં ફરજ બજાવતા પિતા-પુત્રની ટ્રેન અચાનક જ સામસામી આવી જતાં પુત્રએ આ ક્ષણને કૅમેરામાં ઝીલવાનો નિર્ણય કર્યો હતો. 
નેટિઝન્સે આ સેલ્ફીને ખૂબ જ પસંદ કરી છે. અત્યાર સુધીમાં આ ફોટોને ૫૦,૦૦૦ લાઇક્સ મળી છે.

offbeat news