તળાવ પર બનેલા પુલ પર ઊછળકૂદ

01 July, 2022 09:39 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ચીનના વૉટર સ્પોર્ટનો એક વિડિયો વાઇરલ થયો છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

સોશ્યલ મીડિયા પર જાતજાતના વિડિયો વાઇરલ થતા રહે છે. હવે ચીનના વૉટર સ્પોર્ટનો એક વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં એક ઝૂલતો પુલ જોવા મળે છે. આ વૉટર સ્પોર્ટમાં લોકો એકબીજાને પાડવાની કોશિશ કરે છે. આ અનોખો ખેલ ચીનના રુઝોઉ સિટીમાં રમાય છે. આ ગેમને રમવા માટે તમે સાહસી હોવા જરૂરી છે, કેમ કે સંતુલન ગુમાવતાં જ તમે આ ઝૂલતા પુલ પરથી પાણીમાં પડી શકો છો. આ ઝૂલતા પુલમાં કોઈ પણ સપોર્ટ નથી. એની નીચેના તળાવમાં અમુક ફૂટ પાણી છે. તમારે તમારા હરીફને પુલ ઝુલાવીને તેને પાણીમાં પાડવાનો હોય છે. જે પડી જાય તે આઉટ અને છેલ્લે સુધી જે રહે તે વિનર બને. આ વિડિયોને @TansuYegen ટ્વિટર અકાઉન્ટ પરથી શૅર કરવામાં આવ્યો છે.

offbeat news international news