ટોક્યોનો ૧૦ વર્ષનો ક્યુટા બન્યો છે ૮૫ કિલોનો સુમો પહેલવાન

20 January, 2021 09:00 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

ટોક્યોનો ૧૦ વર્ષનો ક્યુટા બન્યો છે ૮૫ કિલોનો સુમો પહેલવાન

ક્યુટા કુમાંગાઈ

જપાનના પાટનગર ટોક્યોમાં રહેતો ૧૦ વર્ષનો ક્યુટા કુમાંગાઈ સૌથી નાની ઉંમરનો સુમો પહેલવાન બન્યો છે. આ બાળકનું વજન ૮૫ કિલો છે. તે તેનાથી પાંચ-છ વર્ષ મોટા છોકરાઓને ઘડીક વારમાં ધોબીપછાડ આપે છે. ક્યુટા અઠવાડિયામાં ૬ દિવસ તાલીમ, એક્સરસાઇઝ અને રિયાઝ  કરતો હોય છે. એ સ્થાનિક સુમો ક્લબમાં કુસ્તી લડતો  અથવા જિમ્નેશ્યમમાં વેઇટલિફ્ટિંગ કરતો કલાકો સુધી જોવા મળે છે. ગયા વર્ષે બ્રિટન અને યુક્રેનના સ્પર્ધકોને હરાવ્યા પછી તેને સુમો રેસ્લિંગમાં અન્ડર-10 વર્લ્ડ ચૅમ્પિયન જાહેર કરવામાં આવ્યો હતો. ક્યુટો ફિટનેસ માટે સ્વિમિંગ અને ટ્રૅક ઍન્ડ ફીલ્ડની પણ પ્રૅક્ટિસ કરે છે. ક્યુટા કિન્ડર ગાર્ટનમાં ભણતો હતો ત્યારે તેના પિતા તાઇસુકેએ તેને પહેલી વખત  કુસ્તીની  હરીફાઈમાં ઉતાર્યો હતો. ક્યુટાના પિતા તાઇસુકે ઘણાં વર્ષ  પહેલાં ઍમેચ્યોર સુમો પહેલવાન હતા. ક્યુટાને સુમો બનાવવા માટે તેના પિતા તાઇસુકે અન્ય વિસ્તારમાંથી ફુગુકાવા વિસ્તારમાં શિફ્ટ થયા હતા, કારણ કે ફુગુકાવા વિસ્તાર સુમો રેસલર્સના ઉછેર અને વિકાસનું મથક ગણાય છે.

offbeat news international news japan tokyo