એક જૅપનીઝ બહેનને પાણીપૂરી એટલી ભાવે છે કે વીકમાં બે વાર ખાય છે, હવે ટોક્યોમાં પાણીપૂરીનો સ્ટૉલ પણ ખોલશે

24 April, 2026 01:31 PM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

જપાનના ટોક્યોમાં રહેતી હર્મસ નામની એક મહિલાએ ભારતની એક મુલાકાત દરમ્યાન ભારતીય સ્ટ્રીટ-ફૂડના ચટકારા લીધા હતા. એમાંથી તેને પાણીપૂરી બહુ જ ભાવી ગઈ. પાણીપૂરી તેને એટલી પસંદ આવવા લાગી છે કે જપાનમાં વીકમાં બે વાર ઘરે પાણીપૂરી બનાવે છે.

એક જૅપનીઝ બહેનને પાણીપૂરી એટલી ભાવે છે કે વીકમાં બે વાર ખાય છે, હવે ટોક્યોમાં પાણીપૂરીનો સ્ટૉલ પણ ખોલશે

જપાનના ટોક્યોમાં રહેતી હર્મસ નામની એક મહિલાએ ભારતની એક મુલાકાત દરમ્યાન ભારતીય સ્ટ્રીટ-ફૂડના ચટકારા લીધા હતા. એમાંથી તેને પાણીપૂરી બહુ જ ભાવી ગઈ. પાણીપૂરી તેને એટલી પસંદ આવવા લાગી છે કે જપાનમાં વીકમાં બે વાર ઘરે પાણીપૂરી બનાવે છે. એ માટે ભારતીય ફૂડ-સ્ટોરમાંથી પાણીપૂરીની ડૂ ઇટ યૉરસેલ્ફ કિટ પણ તેણે શોધી લીધી છે. હર્મસનું કહેવું છે કે તેનો પતિ પહેલાં નવું કંઈક ટ્રાય કરવાનું હોય તો બહુ આનાકાની કરતો, પણ હવે પાણીપુરી ચાખ્યા પછી તે પણ પાણીપૂરીના પ્રેમમાં પડી ગયો છે. હવે તો ઓછામાં ઓછું બે વાર તેના ઘરે પાણીપૂરી બને છે. હવે હર્મસે પાણીપૂરીનો સ્ટૉલ શરૂ કરવાનું નક્કી કર્યું છે. તે જપાનના લોકોને આ ચટાકેદાર વાનગીનો સ્વાદ ચખાડવા માગે છે. સોશ્યલ મીડિયામાં તેણે પોસ્ટ મૂકીને ભારતીયો પાસેથી સલાહ માગી હતી કે પાણીપૂરીનો સ્ટૉલ શરૂ કરવા માટે તેણે શું કરવું જોઈએ? સ્વાભાવિક છે ભારતીય ફૂડપ્રેમીઓએ તેને ભરીભરીને સલાહો આપી છે. જાતજાતની ફ્લેવરના વેરિઅન્ટ્સ ટ્રાય કરવાની સલાહો પણ તેને અપાઈ છે. 

offbeat news tokyo japan street food indian food