માના ગર્ભમાંથી બહાર આવે એ પહેલાં જ બાળકનું પહેલું મ્યુઝિક આલબમ રેકૉર્ડ

13 February, 2021 08:38 AM IST  |  Washingto | Gujarati Midday Correspondent

માના ગર્ભમાંથી બહાર આવે એ પહેલાં જ બાળકનું પહેલું મ્યુઝિક આલબમ રેકૉર્ડ

મોઝાર્ટથી ટાયલર સુધી વિશ્વના અનેક મહાન સંગીતકારોએ બાળકલાકાર તરીકે શરૂઆત કરી હતી, પરંતુ તાજેતરમાં માન્યામાં ન આવે એવો કિસ્સો બની રહ્યો છે. ૧૫ મહિનાની બાળકી લુકા યુપાન્કેઇનું મ્યુઝિક-આલબમ રિલીઝ થશે. એ આલબમ બધા પુરોગામી બાળકલાકારોના વિક્રમ તોડે એવું છે, કારણ કે લુકા માના ગર્ભમાં હતી ત્યારે રેકૉર્ડ કરેલા તેના ગીતનું એ આલબમ છે. યસ, ગર્ભમાં હોય એ બાળક કઈ રીતે ગાઈ શકે? આવો સવાલ તમને થયો હોય તો એ લૉજિકલ છે. તો વાત એમ છે કે આ મ્યુઝિક આલબમ કોઈ અન્ય મ્યુઝિક એવું નથી. લુકા માતાના ગર્ભમાં હતી ત્યારે તેનાં મમ્મી-પપ્પાએ પેટમાં એની મૂવમેન્ટ અને સ્પંદનોને રેકૉર્ડ કરીને એને સાઉન્ડમાં કન્વર્ટ કરવાની ટેક્નૉલૉજી વાપરી હતી.  લુકાની મમ્મી એલિઝાબેથ હાર્ટ અને પપ્પા ઇવાન ડાયેઝ મેથ બન્ને સંગીતકાર છે. લુકાનો અવાજ રેકૉર્ડ કરવા માટે બાયોસોનિક મિડી ટેક્નૉલૉજીનું એ સાધન એલિઝાબેથના ગર્ભાશય પર પાંચેક વખત એક-એક કલાક રાખવામાં આવ્યું હતું. બાયોસોનિક મિડી ટેક્નૉલૉજી દ્વારા લગભગ એક-એક કલાકના સેશનમાં પાંચ વાર જે રેકૉર્ડિંગ થયું એને સાઉન્ડમાં તબદિલ કરીને એક આલબમ તૈયાર કરવામાં આવ્યું છે. બીજી એપ્રિલે ‘સાઉન્ડ્સ ઑફ ધી અનબૉર્ન’ નામે આ મ્યુઝિક આલબમ રિલીઝ થશે.

offbeat news international news