ખાડો કેટલો ઊંડો છે એ બતાવવા માટે પોતાના દીકરાને જ એમાં ઊભો કરી દીધો

23 November, 2020 10:20 AM IST  |  Mumbai | Mumbai correspondent

ખાડો કેટલો ઊંડો છે એ બતાવવા માટે પોતાના દીકરાને જ એમાં ઊભો કરી દીધો

ખાડો કેટલો ઊંડો છે એ બતાવવા માટે પોતાના દીકરાને જ એમાં ઊભો કરી દીધો

બ્રિટનના વાઇકોલર ગામમાં એક મોટો ખાડો પડ્યો હતો. ઍરોન ક્રૉસ નામના મોટરચાલકે લગભગ એક વર્ષ પહેલાં લેન્સેશર કાઉન્ટીના હાઇવે ડિપાર્ટમેન્ટને આ વિશે સૂચના પણ આપી હતી. જોકે સંપૂર્ણ વર્ષ દરમ્યાન અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી. આખરે ઍરોને કંઈક એવું કરવાનું નક્કી કર્યું જેથી અધિકારીઓની આંખો ખૂલે. આ ખાડો કેટલો ઊંડે છે એ બતાવવા માટે તેણે એ ખાડામાં પોતાના દીકરાને ઊભો રાખીને ફોટો પાડ્યા હતા.
કાઉન્ટીના કાઉન્સિલે થોડાં અઠવાડિયાં પહેલાં જ દત્તક લેવામાં આવેલા આ રોડનું નિરીક્ષણ કર્યાનો દાવો કર્યો હતો. જોકે તેમની નજરે આ ખાડો પડ્યો નહોતો. અધિકારીઓના મતે આ માર્ગ દત્તક લેવાયો હતો, પરંતુ ઍરોનના મતે દત્તક લેવામાં આવેલા માર્ગ પર સરકારની જવાબદારી ઘટી નથી જતી. ઍરોને એવો દાવો કર્યો હતો કે જો આ ખાડામાં કોઈ બાળક પડી જાય તો તેનું મૃત્યુ થવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે તેમણે ખેદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે સરકારી અધિકારીઓએ આ ખાડાની આસપાસ કોઈ બૅરિયર્સ પણ મૂક્યાં નથી, જે આઘાતજનક છે. હવે આ તસવીરો વાઇરલ થતાં સ્થાનિક અધિકારીઓએ આ બાબતે ઘટતું કરવાની ખાતરી આપી છે.

international news offbeat news