લગેજ-ફી બચાવવા ચીનમાં ચાર પ્રવાસીઓ ૩૦ મિનિટમાં ૩૦ કિલો સંતરાં ઝાપટી ગયા

28 January, 2021 08:45 AM IST  |  Mumbai | Mumbai correspondent

લગેજ-ફી બચાવવા ચીનમાં ચાર પ્રવાસીઓ ૩૦ મિનિટમાં ૩૦ કિલો સંતરાં ઝાપટી ગયા

લગેજ-ફી બચાવવા ચીનમાં ચાર પ્રવાસીઓ ૩૦ મિનિટમાં ૩૦ કિલો સંતરાં ઝાપટી ગયા

પ્રવાસમાં વધારાના લગેજની કિંમત ન ચૂકવવી પડે એટલે લોકો જાતજાતનાં ગતકડાં કરતા હોય છે. કોઈ કપડાના થર શરીર પર ચડાવી દેતા હોય છે. ચીનની દક્ષિણ પશ્ચિમે આવેલા યુનાન રાજ્યમાં સ્થિત કુનમિંગમાં ઍરપોર્ટ પર ચીની પ્રવાસીઓએ વધારાના લગેજના પૈસા ચૂકવવા ન પડે એટલે ઍરપોર્ટ પર જ ૩૦ મિનિટમાં ૩૦ કિલો સંતરાં ઝાપટી ગયા હતા. વાંગ અટક ધરાવતો એક વેપારી તેના સહયોગીઓ સાથે કુનમિંગ વેપારના કામ માટે આવ્યો હતો. પાછા ફરતાં તેણે ૫૦ યુઆન (લગભગ ૫૬૪ રૂપિયા)માં ૩૦ કિલો સંતરાં ખરીદ્યાં હતાં. પાછા ફરતી વેળાએ ઍરપોર્ટ પર તેમને કહેવામાં આવ્યું કે તેમણે પ્રતિ કિલો સંતરા પર 10 યુઆનની એક્સ્ટ્રા બૅગેજની ફી ચૂકવવી પડશે. આમ ૩૦ કિલો સંતરાના હિસાબે આ ફી ૩૦૦ યુઆન (૩૩૮૪ રૂપિયા) જેટલી થતી હતી.
સંતરાની કિંમત કરતાં એના પરની ચુકવવાની લગેજ-ફી વધુ લાગતાં તેમણે ત્યાં જ સંતરાં ઝાપટી જવાનો નિર્ણય લીધો અને પ્લેન બોર્ડ કરતાં પહેલાં મળેલી ૩૦ મિનિટમાં બધાં સંતરાં ઓહિયાં કરી ગયા. જોકે એકસાથે આટલાં બધાં સંતરાં ખાવાથી તેમને મોઢામાં ચાંદાં પડી ગયાં હતાં.

international news china offbeat news