જર્મનીની બેકરીએ બનાવી સિરિન્જ જેવી કેક

11 January, 2021 08:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જર્મનીની બેકરીએ બનાવી સિરિન્જ જેવી કેક

સિરિન્જ જેવી કેક

જર્મનીના બર્લિન શહેરની શૂમેર બેકિંગ પૅરેડાઇઝ નામની બેકરીએ કોરોના રોગચાળાના પ્રતિકાર માટે આવશ્યક શિસ્ત, નિયમોના પાલન અને સારવારના વિષયને ઘણું મહત્ત્વ આપ્યું છે. કોરોનાની વૅક્સિન બજારમાં આવી ચૂકી હોવાથી હવે રસીકરણ ઝુંબેશને પ્રોત્સાહન આપવા સક્રિય બની છે. બેકરીએ વૅક્સિનેશનનું મહત્ત્વ લોકોને સમજાવવા ઇન્જેક્શનની સિરિન્જના આકારની કેક બનાવી છે. બેકરીના માલિક ટિમ કોર્તુયેમ શરૂઆતમાં સિરિન્જના આકારની કેક વેચાશે કે નહીં એ માટે શંકા ધરાવતા હતા, પરંતુ છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં એક પછી એક વિશ્વના દેશોમાં માસ વૅક્સિનેશન પ્રોગ્રામ્સ શરૂ થતાં તેમણે હિંમત કરીને સિરિન્જના આકારની કેક બનાવીને વેચવાનું શરૂ કર્યું. તેમની એ કેક પર ‘2021 - Bye Bye Corona’ લખેલું હોય છે. આવી કેક લોકપ્રિય પણ થઈ છે.

offbeat news international news germany coronavirus covid19