કોરોનાથી બચવા આ ભાઈએ આખી ફ્લાઇટ જ બુક કરાવી

09 January, 2021 08:31 AM IST  |  Jakarta | Gujarati Mid-day Correspondent

કોરોનાથી બચવા આ ભાઈએ આખી ફ્લાઇટ જ બુક કરાવી

રિચર્ડ મુલજાદીએ બુક કરાવેલી ફ્લાઇટ

કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે ડૉક્ટરોએ જાતજાતની સૂચના આપી છે, જે મુજબ માસ્ક પહેરવો, બે વ્યક્તિ વચ્ચે ૬ ફીટનું અંતર જાળવવું અને સમયાંતરે હાથ ધોતા રહેવું, જે સરકારે ફરજિયાત બનાવ્યું છે. જોકે આનાથી આગળ વધીને તકેદારી રાખનાર વ્યક્તિ પીપીઈ સૂટ પહેરીને ફરી શકે છે, પણ જાકાર્તાના રિચર્ડ મુલજાદી નામના આ માણસે તેની પત્ની સાથે સુરક્ષિત પ્રવાસ કરવા માટે આખું પ્લેન બુક કરીને પ્રવાસ દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સિંગનું એક નવું ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

પોતાની ઉડાઉ કહી શકાય એવી અતિખર્ચાળ જીવનશૈલી માટે પ્રખ્યાત રિચર્ડે જાકાર્તાથી બાલી જવા માટે આખી બાટિક ઍર ફ્લાઇટ બુક કરાવી હતી. ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રવાસના ફોટો અપલોડ કરવા સાથે રિચર્ડે આને માટે થયેલા ખર્ચનો આંકડો જાહેર નથી કર્યો, પરંતુ તેનું કહેવું છે કે ખાનગી પ્લેન ચાર્ટર કરવા કરતાં આખી ફ્લાઇટ બુક કરવી વધુ સસ્તી છે.

offbeat news international news coronavirus covid19 jakarta bali