પત્નીએ AC લગાવવાની ડિમાન્ડ કરી, પતિ એ લાવી ન શક્યો એટલે પત્નીએ સુસાઇડ કરી લીધું

27 April, 2026 02:58 PM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

ભયાનક ગરમી પડતી હોવાથી બપોરે જીવવું ભારે થઈ જાય છે એમ કહીને મોનિકા વારંવાર ઘરમાં ઍરકન્ડિશનર લગાવવાની ડિમાન્ડ કરતી હતી

૨૫ વર્ષની મોનિકા

ચેન્નઈના તિરુવલ્લુરમાં ગરમી માઝા મૂકી રહી છે. જોકે ભીષણ ગરમીથી પરેશાન એક મહિલાએ પતિને ઘરમાં AC લગાવી આપવાની માગણી કરી હતી. બે વર્ષ પહેલાં જ તેમનાં લવમૅરેજ થયાં હતાં. ૨૬ વર્ષના આકાશ અને ૨૫ વર્ષની મોનિકા સ્કૂલ અને કૉલેજના સમયથી એકબીજાના પ્રેમમાં હતાં. આકાશ કપડાંની એક દુકાનમાં સેલ્સમૅન તરીકે કામ કરે છે અને મોનિકા ગૃહિણી હતી. ભયાનક ગરમી પડતી હોવાથી બપોરે જીવવું ભારે થઈ જાય છે એમ કહીને મોનિકા વારંવાર ઘરમાં ઍરકન્ડિશનર લગાવવાની ડિમાન્ડ કરતી હતી, પણ આકાશ સાંભળતો નહોતો. સીમિત આવકમાં તેને ઍરકન્ડિશનર લાવવાનું પોસાય એમ નહોતું એટલે તે ટાળતો હતો. જોકે આ વાતને લઈને તેમના ઘરમાં ઝઘડા વધી ગયા હતા. રાતે ઝઘડો કરીને આકાશ તેના પેરન્ટ્સ સાથે ઘરની છત પર સૂવા જતો રહ્યો. ઘરમાં મોનિકા એકલી જ હતી. પરિવારજનો સવારે ઊઠીને નીચે આવ્યા ત્યારે મોનિકાએ સાડીનો ફંદો બનાવીને પંખા પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. 

chennai suicide offbeat news national news