આ છોકરાએ જુઓ કલિંગર સાથે શું કર્યું, 1 કરોડથી વધારે વાર જોવાયો આ વીડિયો

12 June, 2020 08:20 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

આ છોકરાએ જુઓ કલિંગર સાથે શું કર્યું, 1 કરોડથી વધારે વાર જોવાયો આ વીડિયો

તસવીર સૌજન્ય વીડિયો સ્ક્રીનશૉટ

કલિંગર અને દાડમની લડાઇના આ ટિકટૉક વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. હવે તમે વિચારતા હશો કે આખરે અમે આને દાડમ અને તરબૂચની લડાઇ કેમ કહી રહ્યા છીએ? તો તમને જણાવીએ કે આ વાયરલ વીડિયોમાં એવું શું છે. આ વીડિયોમાં તમે જોઇ શકશો કે એક ફટાકડાને સળગાવીને તેની ઉપર તરબૂચ રાખી દેવામાં આવે ચે. અને પછી ધીમે ધીમે દાડમ ફટાકડો પોતાની આગથી કલિંગરને વીંધી નાખે છે. ફક્ત એટલું જ નહીં દાડમની ઉપર તરબૂચ ઢંકાવાને કારણે ચારેય તરફ ધુમાડો ફેલાઇ જાય છે. તમને જણાવીએ કે, આ વીડિયોમાં દાડમ તરબૂચ પર ભારે પડે છે.

@ankit_.47

WATERMELON VS ANNAR

♬ original sound - ankit_.47